Ahmedabad Plane Crash Video: ટેકઓફના માત્ર 5 મિનિટ પછી વિમાન ક્રેશ થયું
Ahmedabad Plane Crash Video ટેકઓફ થયાના પાંચ મિનિટ પછી જ વિમાન ક્રેશ થયું. મળતી માહિતી મુજબ, વિમાને બપોરે ૧.૧૦ વાગ્યે બોર્ડિંગ કર્યા પછી બપોરે ૧.૧૭ વાગ્યે ઉડાન ભરી હતી. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી, શરૂઆતની થોડી મિનિટો માટે ફ્લાઇટ સામાન્ય હતી. વિમાન ક્રેશ થયા પછી તરત જ, સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. વિમાનમાં ઘણા દેશોના નાગરિકો સહિત ૧૬૯ ભારતીય મુસાફરો સવાર હતા.
#WATCH | Debris at Air India plane crash site in Ahmedabad; Fire Services and other agencies present at the site pic.twitter.com/z9XsemwDnx
— ANI (@ANI) June 12, 2025
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ જવા રવાના થયા
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ જવા રવાના થયા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સહાય સુનિશ્ચિત કરવા માટે DGCA, AAI, NDRF અને ગુજરાત રાજ્ય વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. બચાવ અને તબીબી ટીમો સ્થળ પર હાજર છે.
રાહત અને બચાવ કાર્ય ચાલુ છે
ગાંધીનગરથી NDRFના 90 સભ્યોની ત્રણ ટીમોને વિમાન દુર્ઘટના સ્થળે મોકલવામાં આવી છે. વિમાન દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહેવાલ મુજબ, આ અકસ્માત અમદાવાદ હોર્સ કેમ્પ પાસે થયો હતો, આ વિસ્તાર સિવિલ હોસ્પિટલની નજીક છે. વિમાન દુર્ઘટના બાદ, ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે. DGCA ટીમ અકસ્માતની તપાસ માટે રવાના થઈ ગઈ છે.