Ahmedabad plane crash video: પોલીસની પૂછપરછ અને નિવેદન બાદ યુવાનને ગામ ખસેડવામાં આવ્યો
Ahmedabad plane crash video: અમદાવાદમાં આવેલા ભયાનક વિમાન અકસ્માતના વીડિયો હવે તપાસનો હિસ્સો બની ચૂક્યા છે. ખાસ કરીને એક વીડિયો એવા 17 વર્ષીય યુવક આર્યન દ્વારા રેકોર્ડ થયો હતો, જે વિમાનનું લેન્ડિંગ કૅમેરામાં કેદ કરવા ઈચ્છતો હતો, પણ એક દુર્ઘટનાનું જીવંત દૃશ્ય તેના મોબાઇલમાં કેદ થઈ ગયું. હવે આ વીડિયો વાયરલ થયા બાદ આર્યન અને તેનો આખો પરિવાર ડરી ગયા છે અને તાત્કાલિક પગલાં તરીકે આર્યનને ગામ મોકલી દેવામાં આવ્યો છે.
કેમેરામાં કેદ થઇ ભયંકર પળ
જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ક્રેશ થઈ, ત્યારે શહેરના એક વિસ્તારમાં રહેતો આર્યન છત પર ઊભો હતો. એરપોર્ટ નજીક રહેવાના કારણે તેને વિમાનો આવતાં જતાં જોવા ગમતું હતું. આ વખતે પણ તે મોબાઇલથી વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. પણ તેને એ ખબર નહોતી કે તે ક્ષણે જ એક દુર્ઘટનાનું દૃશ્ય તેના ફોનમાં કેદ થવાનું છે.
પોલીસે લીધું નિવેદન, પરિવાર ડર ભયમાં
વિડિયો વાયરલ થતાં જ પોલીસ તપાસ શરૂ થઈ અને આર્યન સુધી પહોંચી. પોલીસ દ્વારા તેના નિવેદન નોંધવામાં આવ્યા અને વિગતવાર પૂછપરછ પણ કરવામાં આવી. પોલીસ દ્વારા આર્યનને બાદમાં છોડી મૂકવામાં આવ્યો હતો, પણ પરિવારને લાગ્યું કે હવે તેમના પુત્રને લઇને વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ત્યારબાદ આર્યનના પિતાએ તેને હિંમતનગરના ગામમાં મોકલી દીધો છે.
‘વિડિયો બનાવતો હતો, દુર્ઘટના નહીં જોઈ શક્યો’
પરિવારના લોકો કહે છે કે આર્યનના મનમાં માત્ર વિમાનની લેન્ડિંગનો વિડિયો લેવાનો ઉદ્દેશ હતો. પણ અકસ્માતની ભયાનકતા જોઈને તેઓ ચોંકી ગયા છે. વિમાન રનવે છોડીને મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ખાબક્યું ત્યારે તે દ્રશ્ય કૅમેરામાં કેદ થયું હતું. એટલું જ નહીં, આ વીડિયો હવે તપાસ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ પુરાવા રૂપે કામ કરી રહ્યો છે.
ગામમાં તાત્કાલિક મોકલાયા
વિડીયો રેકોર્ડિંગ બાદ થયેલી દોડધામ અને પોલીસના સંપર્કને કારણે પરિવારનો ભય વધી ગયો છે. આર્યનના પિતા જણાવે છે કે, “અમે અમારી જાતને સુરક્ષિત રાખવા ઈચ્છીયે છીએ. આર્યને કોઈ ગુનો કર્યો નથી..