Ahmedabad Rental Property Police Varification : મકાન ભાડે આપનારા માલિકો માટે પોલીસની ખાસ ચેતવણી, વિના રજિસ્ટ્રેશન ગુનો દાખલ
Ahmedabad Rental Property Police Varification : શહેરમાં મકાન ભાડે આપતા લોકોએ હવે પોલીસ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય બની ગયું છે. જો તમે પણ તમારું મકાન ભાડે આપો છો અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ભાડુઆત રાખો છો, તો હવે આ ખોટી આદત તમારી માટે મોંઘી પડી શકે છે.
અમદાવાદ પોલીસએ આ પ્રક્રિયા સાથે સંકળાયેલા નિયમોનું ઉલ્લંઘન કરનાર મકાન માલિકો સામે તાત્કાલિક કાર્યવાહી શરુ કરી છે. છેલ્લાં બે દિવસોમાં 100 થી વધુ ગુનાઓ નોંધ્યા છે, જેમાં મકાન માલિકોએ પોલીસ સાથે રજિસ્ટ્રેશન કરાવ્યા વિના મકાન ભાડે આપ્યા હતા.
પોલીસનો નિયમ:
આથી, શહેરના મકાન માલિકોને પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. આ પ્રકિયાને અવગણવા પર મકાન માલિકો સામે ગુનાઓ નોંધીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઝુંબેશની શરૂઆત ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરનારા લોકોને ટાર્ગેટ કરીને કરવામાં આવી છે. વિશેષ તપાસ હેઠળ, ઔપચારિક રજિસ્ટ્રેશન વિના મકાન ભાડે આપનાર મકાન માલિકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર દ્વારા તમામ વિસ્તારોમાં આ કાર્યવાહીની શ્રેણી હાથ ધરવામાં આવી છે, જેથી કોઈ પણ મકાન માલિક ગુના કર્યા વિના શાંતિથી ભાડે આપતા રહે.