અમદાવાદ ડ્રગ્સનું દૂષણ દિવસને દિવસે અજગરી ભરડો લઇ રહ્યો છે જાણે કે પેડલરોને પોલીસનો ખૈફ રહ્યો ન હોય તેવી રીતે બેફામ બની ડ્રગ્સનો કાળા કરોબાર ધમધમાવી રહ્યા છે થોડાકા દિવસ આગાઉ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ અને એસ ઓ જી અમદાવાદની કુખ્યાત ડ્રગ્સ ડિલર અમીના ડૉનની 31 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યુ હતુ જેને લઇ અમીના છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના કાળાકારોબારમાં સંકળાયેલી હતી અને તેના હાથ નીચે 100 જેટલા પેડલરો કામ કરતા હતા કહેવાય છે અમીના પોતાના જાણીતા ગ્રાહકોને જ ડ્રગ્સની ડિલીવરી આપતી હતી અને તે માટે ચાઇનીઝ પ્રોડ્કટ મનચ્યુરન સહિત જુદા જુદા નામથી ડ્રગ્સની ડિલવરી કરતી હતી એસ ઓ જી દ્રારા બીજા દિવસ પણ અમીના ડૉનને સાથે રાખી તેના નિવાસ સ્થાન કાલુપુર ભંડેરી પોળ ખાતે સર્ચ ઓપરેશન કરી પંચનામુ કરવામાં આવ્યુ હતુ.
કાલુપુરમાં રહેતી અમીના ડૉન જુદા જુદા વિસ્તારોમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતી હતી તે તેના વિસ્તારમાં ડૉન તરીકે ઓળખાતી હતી હાલ એસ ઓ જી દ્રારા અમીન ડૉનની સંપતિ જપ્ત કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે આ આગઉ 2002 અમીના ડૉન બ્રાઉનસુગર ના કેસમાં પણ 10 વર્ષની સજા ભોગવી ચૂકી છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી અમીના બાનું ગેરકાયદેસર પ્રવૃતિમાં સંકળાયેલી હતી અને પોલીસ દ્રારા એવુ અનુમાન લગાવામં આવી રહ્યો છે અમીના દ્રારા વસાવમાં આવેલી સંપતિએ નશાના કારોબારથી બનાવામાં આવી હતી જયાં હવે એસ ઓ જીએ બેન્ક એકાઉન્ટની તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. અમીના ડૉન સામે NDPS એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે.