Ahmedabad Traffic Diversion : અમદાવાદમાં VIP કાર્યક્રમો છે, તમારા ટ્રાવેલ પ્લાન પહેલાં વાંચો આ ટ્રાફિક ગાઈડલાઈન
Ahmedabad Traffic Diversion : અમદાવાદ શહેરમાં આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થનાર છે. ખાસ કરીને નારણપુરામાં નવા પલ્લવ ઓવરબ્રિજના ઉદ્ઘાટન અને જાહેર સભાના કારણે શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ મૂકાયા છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે ટ્રાફિક ડાયવર્ઝન અંગે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ અમુક માર્ગો પર વાહનો માટે અવરજવર બંધ રહેશે અને કેટલાક માર્ગોને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.
કયા માર્ગો રહેશે બંધ?
શાસ્ત્રીનગર ચાર રસ્તા થી જયમંગલ BRTS કટ સુધીનો રસ્તો — અહીં પર વહેંચાયેલા કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક સંપૂર્ણ રીતે બંધ રહેશે.
શું છે વૈકલ્પિક રૂટ?
શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસેથી ફોનવાલે કટના ડાબા રસ્તે વળીને ટેલિફોન એક્સચેન્જ ચાર રસ્તા, પારસનગર ટી પોઈન્ટ અને ત્યારબાદ AEC બ્રિજ તરફ વાહનોને દોરવામાં આવશે. જાહેરનામું એમ પણ કહે છે કે સરકારી ફરજમાં લાગેલ વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા ઈમરજન્સી વાહનોને આ નિયંત્રણ લાગુ નહિ પડે.
અખબારનગર વિસ્તારનો વન-વે નિયમ
હરિઓમ ચાર રસ્તા થી સ્વામી વિવેકાનંદ લાઈબ્રેરી, જોગણીમાતા મંદિર, શિવમ ફ્લેટ અને અખબારનગર સર્કલ સુધીનો 900 મીટરનો માર્ગ — અહીં ટ્રાફિક માત્ર એક દિશામાં જ ચાલી શકશે.
વૈકલ્પિક માર્ગ
અખબારનગર સર્કલ પાસે આવેલ AMTS ડેપોથી આનંદનગર સર્કલ (જૈન દેરાસર) અને શ્રીનાથ બસ સ્ટેન્ડ તરફ આવતા માર્ગનો ઉપયોગ કરવો.
કાંકરીયા વિસ્તારના વન-વે નિયમો
લખનઉ જલેબી ત્રણ રસ્તા થી કાંકરીયા ગેટ નં.3 અને અણુવ્રત સર્કલ સુધીનો 800 મીટરનો રસ્તો — વન-વે રહેશે.
વૈકલ્પિક માર્ગ:
ફૂટબોલ ગ્રાઉન્ડ તરફથી આવતા વાહનો કાંકરીયા ગેટ નં.3થી ડાબી વળી લખનઉ જલેબી તરફ જઈ શકે છે.
મજુરગામ તરફથી આવતા વાહનો પારસી અગિયારી પાસેથી જમણી તરફ વળી વાણીજ્ય ભવન સર્કલ અને અનુપમ બ્રિજ થઈ મણીનગર જઈ શકે છે.
રાયપુર તરફથી આવનાર ટ્રાફિક પણ અણુવ્રત સર્કલ તરફ જઈ શકશે.
અણુવ્રત સર્કલ થી વાણીજ્ય ભવન ચાર રસ્તા સુધીનો 600 મીટર રસ્તો પણ વન-વે રહેશે.
વૈકલ્પિક માર્ગ:
અણુવ્રત સર્કલથી કાંકરીયા ગેટ નં.3, રાયપુર ચાર રસ્તા, કલુપુર, ભુલાભાઈ પાર્ક, મજુરગામ તરફની દિશામાં વાહનો દોરી શકાય છે.
જાહેરનામાની અમલવાર તા. 15 મેએ સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે.
જો કોઈ વ્યકતિ આ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે, તો તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આવી સ્થિતિમાં અમદાવાદીઓએ યોગ્ય પૂર્વ તૈયારી રાખવી, ટ્રાફિક ડાયવર્ઝનનું પાલન કરવું અને ટાળવાંજોગ રસ્તાઓથી દૂર રહેવું અનિવાર્ય બન્યું છે.
અમદાવાદ પોલીસની ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ @PoliceAhmedabad પર પણ આ માહિતી અપડેટ કરવામાં આવી છે. વધુ વિગતો માટે ત્યા અવલોકન કરી શકાય છે.