અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો ચોમાસામાં વરસાદ સાથે યથાવત રહેવા પામ્યો છે. હાટકેશ્વર, ૧૩૨ ફુટના રીંગરોડના મોડેલ રોડ પર ભુવા પડવાની સમસ્યા સર્જાઇ હતી. ગોપાલનગર તારાચંદની ચાલીમાં જવાના માર્ગ પર એકાએક ભુવો પડતા બાજુમાં આવેલ ગટર અને પીવાના પાણીની લાઈન પણ તુટી પડી હતી. આ ભુવામાં અકસ્માતે ત્યાંથી પસાર થતા ત્રણ વ્યકિતઓ પડી જતા સામાન્ય ઇજાઓ સાથે તેમનો બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ આ વિસ્તાર ના વોર્ડ ના અધિકારી ઓને જાણ કરી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો આ ભુવામાં પડતા કોઇનો જીવ જશે તો આનુ જવાબદીર કોણ રહેશે.
