સ્ક્રિન પર તો તમે પેંગ્વિનને જોયા હશે પણ શું તમે ક્યારે તમારી આંખોનીનજર સામે આ સુંદર પક્ષીને જોયુ છે ક્યારે જો ના જોયું તો હવે તૈયાર થઇ જાય તેને તમારી નજર સમક્ષ નિહાળવા. અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટીમાં તમે આ સુંદર પક્ષીને જોઇ શકશો.આપને જણાવી દઇએ કે, ગુજરાત સાયન્સ સિટીમાં હોલ ઓફ સ્પેસ, 3D IMAX થિયેટર રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી અને નેચર પાર્ક જેવા અનેક આકર્ષણો છે, પરંતુ શનિવારથી અહી વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું છે. હવે સાયન્સ સિટી જતા લોકોને પણ એક્વેટિક ગેલેરીમાં જઈને પેંગ્વિન પક્ષીઓ જોવા મળશે. રાજ્યનાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણીએ શનિવારે સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં પાંચ આફ્રિકન પેંગ્વિન લોકોને જોવા માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
પેંગ્વિનની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકાનાં દરિયાઈ વિસ્તારોમાં જોવા મળે છે. લોકો દ્વારા બનાવવામાં આવેલા સંવર્ધન કેન્દ્રોમાં પણ તે સારી રીતે વિકસી રહ્યું છે. વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે આ પેંગ્વિનને એક્વેટિક ગેલેરીમાં તેમનું અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. કારણ કે આ પ્રજાતિ પણ લુપ્ત થવાના ભયમાં છે. આવી સ્થિતિમાં, અહીં તેમની ઉપલબ્ધતાને કારણે આ વિદ્યાર્થીઓ, યુવાનો અને અન્ય લોકોને ન માત્ર તેમને જોવાનો મોકો મળશે પરંતુ તેમના વિશે જાણવાની પણ તક મળશે. આ માટે સાયન્સ સિટી દ્વારા પેંગ્વીન વિશે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રોગ્રામ પણ કરવામાં આવશે.16 જુલાઈ 2021 નાં રોજ ગુજરાત સાયન્સ સિટીમાં એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્ક જેવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા હતા. તેનું વર્ચ્યુઅલ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચિંગ કર્યું હતું. ત્યાર બાદ 17 જુલાઈથી 30 નવેમ્બર સુધીમાં 3.50 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. જ્યા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબે સામેલ છે.