અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિજીલન્સે રેડ કરી 300 પેટી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.
અને આ રેડમાં દારૂનો જથ્થો હાથ લાગતા સ્થાનિક પોલીસ શંકાના ઘેરામાં આવી ગઈ છે.
નારોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી વિજિલન્સ ની ટીમ દ્વારા 300 પેટી જેટલો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાના અહેવાલ છે પરિણામે નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર શક ના દાયરામાં આવી ગયા છે.
અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશનના વહીવટદાર ઉપેન્દ્રસિંહ અને તેમના માણસો દ્વારા દારૂની ગાડીનું પેટ્રોલિંગ કરતા હોવાની વાત ભારે ચર્ચામાં હતી અને પોલીસની રહેમનજર હેઠળ દારૂનો ધધો કરતા બુટલેગરના ત્યાંથી જથ્થો હાથ લાગ્યાની વાત વહેતી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ અનેક આક્ષેપો થયા છે. દારૂના ધંધા બેફામપણે ચાલે છે ત્યારે વિજિલન્સની રેડમાં ઝડપાયેલા દારૂનો મામલો ઘણુંબધું કહી જાય છે તેવે સમયે વહીવટદાર અને પીઆઇ શંકાના ઘેરામાં આવી ગયા છે.
