કોર્પોરેશનના અધિકારીઓની મીલીભગત થી આમ જનતાની ખુલ્લેઆમ છેતરપિંડીનો ખેલ, ન તો કોઈ જમીન એન.એ. કરાવી ન તો કોઈ પ્લાન પાસ કરાવ્યા, ના તો રેરાની કોઈ એપ્રુવલ લીધી
એમ છતાં વિશાલા સર્કલની પાછળના વિસ્તારથી લઈને ફતેબાગ ની હેરિટેજ ઇમારત પાસે આવેલી સાબરમતી નદી સુધી બની ગયા છે ગેરકાયદેસર બાંધકામ, દર્શક મિત્રો બિલાડીના ટોપની માફક બાંધી દેવામાં આવી છે રેસિડેન્શિયલ સોસાયટીઓ, રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર કરાવાય છે મકાનનો વેચાણ કરાર તો શું પોલીસ અને પ્રશાશનની રહેમ નઝર હેઠળ ચાલી રહ્યો છે ગરીબ જનતાને ચૂનો લગાવવાનો આ ગોરખધંધો?
હજુ થોડા સમય પહેલાજ ડીસીપી પ્રેમસુખ ડેલું સાહેબે જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડીને સપાટો બોલાવ્યો હતો પણ શું આટલી મોટી સંખ્યામાં થઇ ચૂકેલા ગેરકાયદે બાંધકામ ડીસીપી સાહેબને નહિ દેખાતા હોય ?
સત્ય ડે ન્યુઝ કરી રહ્યું છે ગેરકાયદે બાંધકામ દ્વારા ગરીબ જનતાને લૂંટવાના ષડયંત્રનો પર્દાફાશ, ગેરકાયદેસર બાંધકામ દ્વારા ઉભા કરાયેલા રહેણાંકો જેમાં
1. અહેમદ નગર
2. મરહબ ડુપ્લેક્સ
3. અનીસા રો હાઉસ
4. અહેમદી રો હાઉસ
5. અક્રમ રેસીડેન્સી
6. ઈકરા ડુપ્લેક્સ
7. અસ્લમ પાર્ક
8. મિમનગર
9. ગજાલા
10.ફૂઝૈલ પાર્ક
અન્ય ઘણી 100 થી પણ વધુ ગેરકાયદેસર સોસાયટીઓ ઊભી કરી દેવામાં આવી છે. જો જો દર્શક મિત્રો છેતરાતા નહિ જોકે આ ગરીબ જનતા ને લૂંટવા નો કારસો બંધ થવો જોઈએ કે નહીં ? દર્શક મિત્રો આપની જોડે કોઈ છેતરપિંડી થઈ હોય તો અમને જણાવો અમે બનીશું આપની અવાજ