નાનુ ફૂલ જેવું બાળક જોઈને ભલભલાનું હૃદય ઓગળી જાય છે. દાદા માટે પૌત્ર મૂડી કરતા વ્યાજ વ્હાલું હોય છે. પરંતુ એક સસરાએ તેમની પુત્રવધૂને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તારુ બાળક એ મારુ પૌત્ર નથી અને મારા દિકરાનું બાળક નથી સસરાના શબ્દો સાંભળીને શોકક થઈ ગઈ પરીણિતાએ દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાળક એક દિવસ પણ ઘરની બહાર નથી નીકળ્યું તે બાળકને લઈને પરીણિતા આમ તેમ ફટકી રહી છે. મહિલાએ તેના સાસરિયાઓ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરીણિતાના લગ્ન 2016માં તેના સમાજનાજ એક યુવક સાથે થયાં હતાં. લગ્નના બે વર્ષ પછી પરીણિતા ગર્ભવતી થતાં તેના સાસરિયાઓએ નાની નાની વાતોમાં મહેણાં મારવાના શરૂ કર્યાં હતાં. તે ઉપરાંત પરિણીતાને વારંવાર નાની બાબતોમાં મારઝૂડ કરતો હતો. સાસરિયાએ ગર્ભવતિ મહિલાને પુરતુ ધ્યાન પણ રાખવામાં આવતું નહોતું તેને પૂરતો ર્ખોરાક પણ આપવામાં ન હતો આવતો . જેથી તેનું પહેલું સંતાન કુપોષણ જન્મ્યું હતુ
પોતાનું ઘર સંસાર ન બગડે તે માટે પરીણિતા ઘરના અત્યાચાર ચૂપચાપ સહન કરતી રહી. સાસરરિયા અવારનવાર હેરાન કરી ઘરમાંથી નીકળી જવા ધમકી આપી તેનો દિકરો ચાર મહિનાનો થયો ત્યારે તેની સાથે ઝગડો અને મારઝૂડ કરીને તેને ઘરમાંથી કાઢી મુકતાં તે પિયર આવી ગઈ હતી. જો કે પછી પતિ તેને તરત જ સાસરે લઈ ગયો હતો. ત્યાર બાદ કાકા સસરા પતિની ચઢામણી કરતાં હતાં. તેઓ કહેતા હતાં કે તુ પિયર કોને મળવા જાય છે તેની મને બધી જ ખબર છેતેવી વાતો કરીને તેના પતિને ભમરાવતો હતો. તું ફરીથી કેમ સાસરીમાં આવી ગઈ તેની પણ મને બરાબર ખબર છે
સસરાએ પરિણીતાને અલગ રહેવાનું કહ્યું હતું. જેથી તેઓ અલગ રહેવા ગયા હતા. જો કે, ફ્લેટની હાલત ખરાબ હોવાથી તે પરત પિયર રહેવા જતી રહી હતી. જ્યારે પતિ સસરાની દુકાનમાં જ મજૂરી કરતો હતો અને તેને દિવસના 400 રૂપિયા રોજના મળતા હતા. જેથી પરિણીતાએ સસરાને રોજના પૈસા વધારે તેમ કહ્યુ હતું ત્યારે સસરાએ ઝઘડો કરી કહ્યું હતું કે, તુ ખરાબ છે અને તારો દિકરો એ મારા દિકરાનો નથી બીજા કોઈનું સંતાન છે આ વાતનું ખોટું લાગતા જ પરિણીતાએ દવા ખાઇ લીધી હતી. જેથી તેને તાત્કાલીક શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.