અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સટેબલની પૂછપરછ માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ મહિલા આવી ન હતી.આ મહિલાએ અધિકારીઓ ને જણાવ્યું છે કે હું સાયબર સેલમાં નહિ જાવું,જે કરવું હોય તેમ કરો, કહીને તમામ અધિકારીઓને ધક્કે ચઢાવ્યા હતા.આખરે પીઆઈએ મહિલા કોન્સ્ટેબલની સામે સરકારી કામગીરીમાં અડચણ કરવા માટેની ઓઢવ પોલીસ સટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ શહેર ના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર યશરાજ ગુર્જનો ફોન આવ્યો હતો જાણ અનુસાર પી આઈ વી દેસાઈ એ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે પટેલ ને આ અંગે બોલવામાં આવ્યા તમામ PSI કે પટેલ તમામ સ્ટાફ પાંજરાપોળ ખાતે આવી ગયા જેથી સહીત કાફલો ઓનેસ્ટ હોટલ પર પહોંચ્યો
ત્યાર બાદ તે મહિલા કહ્યું હું શા માટે જાઉં તેમ કહી ને હોટલ બહાર નીકળી ગઈ તે કોઈ વાત સાભળવા તૈયાર નથી. PSIએ તે મહિલાનું હાથ પકડીને ગાડીમાં બેસવાનું કહ્યું મહિલાએ જબરદસ્તી હાથ છોડાવી ધમકી આપીને કહ્યું કે જો તમે મને લઇ જવાનો પ્રયત્ન કરશો તો હું તમામ મીડિયા વાળાને બોલાવી દઈશ પણ હું તમારી સાથે નહિ આવીશ.આ બાબતે ઇન્સ્પેક્ટર વી.એ.દેસાઈએ મહિલા હેડ કોન્સેટબલ સરકારી કામગીરીમાં અડચણ કરે છે તે લઈને ફરિયાદ નોંધાવી હતી