અમદાવાદ ગોમતીપુર વિસ્તાર માં રહેતી એક પરિણીતિ મહિલા પર છેડતી કરો કિસ્સો સામે આવ્યો પડોશમાં રહેતો યુવક સિટીઓ મારી અશબ્દ બોલી રહ્યો હતો અને તેને ઈશારા વડે બોલાવતો હતો માહિતી અનુસાર જાણવા મળ્યું કે ગોમતીપુર વિસ્તાર માં આ મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી જ્યાં એક યુવક ઘણીવાર નીચે બાલકનીએ આવીને ઊભો રહેતો અને જ્યારે આ મહિલા ગેલેરીમાં આવતી હતી ત્યારે આ યુવક તેને જોઈને સિટી મારતો અને ગંદી નજરે જોઈને તેને ગંદા ઈશારા કરતો હતો.
ગઈ કાલે રાત્રે પણ આ યુવક જ્યારે આ મહિલા ને ગંદા ઈશારા કરતો હતો ત્યારે જ આ મહિલા ના પતિ તેને જોઈ ગયો અને નીચે જાઈને યુવકને મારમારી પૂછ્યું કે કેમ મારી પત્ની સામે ગંદા ઈશ્રાઓ કરે છે.તેવું બોલતાં જ યુવક ગુસ્સે થઈ ગયો અને તે મહિલાના પતિ સાથે મારમારી કરવા લાગ્યો. થોડીક્ષણ બાદ વિપુલના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા અને પુત્ર ને રોકાવના બદ્દલે તેનો સાથ આપી મહિલાના પતિ સાથે મારઝૂડ કરવા લાગ્યા તે ઘટના બાદ વિપુલે જાન થી મારી નખવાની પણ ધમકી આપી.
ઝગડા વચ્ચે જ વિપુલ ઘરમાંથી લોખંડની પાઇપ લઇને મહિલા ના પતિને જોરથી માથામાં મારી દીધી જેના કારણે તેના પતિ ને ઇજાગ્રસ્ત થઈ હતી ત્યાર બાદ મહિલા ના સસરા અને દિયર આવી પહોંચ્યા તેમના દિયર તેમના ભાઈ ને બચવાના પ્રયત્નો કરતા તેમની પર પણ હુમલો કર્યો તે હુમલા માં પણ તેમનાં દિયર પણ હાથ અને પગમાં પણ ઇજા પોહોચી હતી. ઘટના બાદ મહિલા અને તેના પતિએ ગોમતીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી.