અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ બાંધવું એ નવાઈ ની વાત નથી કારણકે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે.
અમદાવાદ ના પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ પ્રીતમનગર પાલડી ખાતે ટી.પી.સ્કીમ નંબર 3 ફાઇનલ પ્લોટ નંબર 818/1 માં બાંધવામાં આવેલ શાંતિકૃપા રેસિડેન્સી નામની સ્કીમ ને હજુ સુધી બી.યુ.પરમિશન આપવામાં આવેલ નથી તેમ છતાં બિલ્ડર નેહલ શાહ અને બાબુભાઇ શેઠ દ્વારા ગટર અને પાણીના કનેકશનો ગેરકાયદેસર લઈ ને લોકોને રહેવા માટે આપી દેવામાં આવેલ છે તેમ છતાં પણ પાલડીના ઈજનેર ખાતાના અધિકારી અનિલ પ્રજાપતિ દ્વારા આ બિલ્ડર ને છાવરી ને ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવતા નથી.ઈજનેર ખાતાના અધિકારી અનિલ પ્રજાપતિ દ્વારા બિલ્ડર ને 2 વખત નોટિસ આપવામાં આવી અને જણાવવા માં આવ્યું કે ગટર પાણીના કનેક્શન ની પરમિશન ના પુરાવા રજુ કરો પરંતુ બિલ્ડર દ્વારા પુરાવા રજુ ન કરવા છતાં પણ આ અનિલ પ્રજાપતિ દ્વારા હજુ સુધી કનેક્શન કાપવામાં આવતા નથી.
તો શું બિલ્ડર ની વગ હોવાને કારણે ઈજનેર ખાતાના અધિકારી અનિલ પ્રજાપતિ ચૂપ છે કે શું ?
ફરિયાદી દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં પણ અનિલ પ્રજાપતિ દ્વારા બિલ્ડર ને છાવરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે અને માથાભારે બિલ્ડર બાબુ શેઠ અને નેહલ શાહ ને ફરિયાદી નો નંબર આપી દઈ ને ઈજનેર ખાતાના અધિકારી અનિલ પ્રજાપતિ શુ સાબિત કરવા માંગી રહ્યા છે તે પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે. કે પછી અનિલ પ્રજાપતિ નું કહેવું એ છે કે અમે તો બિલ્ડર પાસેથી ભરપેટ રૂપિયા લઈએ છીએ અને અમે તો ભ્રષ્ટાચારી છીએ અને તમેં પણ પણ રૂપિયા લઈ ને ભ્રષ્ટાચારી બનો તેવું વલણ અપનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એટલે જ અનિલ પ્રજાપતિ દ્વારા ફરિયાદીનો નંબર બિલ્ડર ને આપી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.આ બાબતને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સાચી અને સચોટ તપાસ કરવામાં આવે તો અધિકારી અનિલ પ્રજાપતિ અને બિલ્ડર ની મિલી ભગત ની વાસ્તવિકતા બહાર આવે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.