આગામી લોકસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેકટર વિજય નેહરાએ આચારસંહિતા લાગુ થયા બાદ આજે જુદા જુદા રાજકીય પક્ષો ની મીટીંગ બોલાવી હતી. જેમાં આચારસંહિતા ઉપરાંત ખાસ કરીને ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર અંકુશ રાખવા તાકીદ કરી છે. તદુપરાંત ચૂંટણી કાર્યક્રમ ની રૂપરેખા આપી હતી.
તેમણે જણાવ્યું છે કે, આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બાબતે રાજકીય પક્ષો સાથે મીટિંગ યોજી હતી. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી બે વિધાનસભા બેઠક જિલ્લામાં આવે છે.જેમાં આચારસંહિતાના પાલન ઉપરાંત આચારસંહિતા ભંગના મુદ્દે થનાર કાર્યવાહીની સુચનાઓ આપી હતી.
રાજકીય પક્ષો સાથેની મિટિંગ મસ ઉમેદવારો ને ચૂંટણી ખર્ચ ઉપર અંકુશ રાખવાની તાકીદ કર્યા ઉપરાંત સ્ટેઅન્ડર્ડ રેટ ચાર્ટ અને સિંગલ વિન્ડો સીસ્ટમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે લોકસભા ચૂંટણીના કાર્યક્રમ અંગે જાણકારી અપાઈ છે.
- ચૂંટણીપંચ નું જાહેરનામું બહાર પાડવાની તારીખ : ૨૮/૩/૨૦૧૯
- ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ : ૪/૪/૨૦૧૯
- ઉમેદવારી પત્ર ચકાસણીની છેલ્લી તારીખ : ૫/૪/૨૦૧૯
- ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ : ૮/૪/૨૦૧૯
- મતદાનની તારીખ : ૨૩/૪/૨૦૧૯
- મતગણતરીની તારીખ: ૨૩/૫/૨૦૧૯
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ : ૨૭/૫/૨૦૧૯