ગુજરાત કોંગ્રેસની કથની અને કરણી માં અંતર કે શું ? તેવો મજબૂત દાવો કરતો બે હુકમ ના એક્કા જેવા પરિપત્ર એ રાજકારણ માં ગરમાટો લાવી દીધો છે. જીહા એક એવો પરિપત્ર કે જે સ્થાનીક કોંગ્રેસ દ્વારા તા.23 ફેબ્રુઆરી 2021 નો પરિપત્ર આવ્યો કે જેમાં
સુનિલ પટેલ ઉપર 6 વર્ષનો પ્રતિબંધ મૂકી દેવાય છે અને બીજો નવો પરિપત્ર દિલ્હી થી તા.16 માર્ચ 2021 એ આવ્યો કે જેમાં નેશનલ માં કો.ઓડી. ની જવાબદારી અપાય છે.
ત્યારે આ વાત સ્થાનિક રાજકારણ માં ભારે ચર્ચા નો વિષય બની છે.
અગાઉ તા.23 ફેબ્રુઆરી 2021 ના રોજ અમદાવાદ શહેર ના પ્રમુખ શશીકાંત પટેલ દ્વારા સુનિલ પટેલ ને પક્ષ વિરોધી પ્રચાર કરવા માટે 6 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો પરંતુ કહેવાય છે ને કે હાથીના દાંત ચાવવાના તેમજ બતાવવાના પણ જુદા બસ આવો જ કંઈક ઘાટ કોંગ્રેસ માં પણ થયો છે જે વ્યક્તિને પ્રદેશમાં છ વર્ષ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં સુનિલ પટેલ ને નેશનલ માં કો ઓર્ડીનેટર ની મહત્વ ની જવાબદારી સોંપવામાં આવી છે તો શું પ્રદેશ તરફ થી આપવામાં આવતા પરિપત્ર ની કોઈ વેલ્યુ નથી કે પ્રદેશ તરફથી પ્રતિબંધ ની દિલ્હી લેવલે કોઈ વેલ્યુ નથી.
ભારત માં આઝાદી બાદ સૌથી શક્તિશાળી રાજકીય પાર્ટી નું જહાજ હવે હાલક ડોલક થઈ રહ્યું છે અને કહી શકાય કે લગભગ હવે ખતમ થવાની કગાર ઉપર આવી ને ઉભું છે અહીં કોણ આગેવાન છે અને કોનો નિર્ણય આખરી ગણાશે તેવું સંકલન જ નથી કહી શકાય કે લશ્કર ક્યાં લડે છે તેની હાઈ કમાન્ડ ને ખબર જ નથી ત્યારે એક ખુબજ વિચિત્ર અને હાસ્યાસ્પદ ની વ્યાખ્યા માં આવે તેવો કિસ્સો સામે આવ્યો છે અને તે છે ગુજરાત ના અમદાવાદ નો કિસ્સો કે જ્યાં અમદાવાદ શહેર કોંગ્રેસ ના પ્રમુખ શશીકાંત પટેલ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે સુનિલ પટેલ ને પાર્ટી માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને આ અંગે મોટા ઉપાડે તા.23 ફેબ્રુઆરી 2021 ના રોજ અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ ના લેટર પેડ ઉપર એક પત્ર પાઠવી દેવામાં આવે છે પણ બીજી તરફ સુનિલ પટેલ ને સ્થાનિક અગ્રણી ના આ લેટર થી કોઈ ફરક પડતો નથી અને સ્થાનિક પાર્ટી ના અગ્રણીઓ દ્વારા પત્ર ની વેલ્યુ એક કોડી બરાબર ત્યારે સાબિત થઈ કે આજ સુનિલ પટેલ ને ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા હવે કો.ઓર્ડિનેટર ની મહત્વ ની જવાબદારી સોંપવામાં આવી છે.
આ વાત ને લઈ કોંગ્રેસ કેપ્ટન વગર નું જહાજ હોવાનું જણાઈ રહ્યું છે.
આ બધા વચ્ચે એક વાત તો સાફ થઈ ગઈ કે સ્થાનિક કોંગ્રેસ ગમે તેટલા ઉધામા મારે પણ ઉપર ચાલતું નથી અહીં કોઈ કોઈના કહેવામાં નથી અને બધાજ કેપ્ટન હોવાની છાપ સપાટી ઉપર આવી રહી છે.