અમદાવાદ: શહેરમાં હવામાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવો જાણે રોજની ઘટના બની ગઈ છે. સતત વધતી ઘટનાઓને પગલે પોલીસની ઊંઘ ઊડી ગઈ છે ત્યારે વધુ એક યુવાનો વિડીયો હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.
સોશિયલ મીડિયામાં આજે એક વાત ચર્ચાના ચકડોળે ચઢી છે કે વટવા વિસ્તારના ભાજપના કાર્યકર્તા ગોપાલ મહેરિયા દ્વારા હવામાં ફાયરિંગ કર્યું અને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો.આ ભાજપનો કાર્યકર વટવા વિસ્તાર એટલે કે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો મત વિસ્તાર છે ત્યાં જ આવો બનાવ બનવો એ એક ચોંકાવનારી બાબત છે.
એક તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે થઈ ને કાયદા બનાવે છે પરંતુ એ કાયદા આ ગુનેગારોને માત્ર કાગળ ઉપર જ દેખાતા હોય તેવું લાગી રહ્યું છે.