ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે.
પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના રાણીપ વિસ્તારની કે જ્યાં રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ.જગદીશ ખાભલા અને વહીવટદાર સુરભા દ્વારા રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.રાણીપ પોલીસ સ્ટેશન ના પી.આઈ. અને વહીવટદાર સુરભા દ્વારા પ્રાઇવેટ વહીવટદાર તરીકે ગિરીશ ઠાકોર ને રાખવામાં આવ્યો છે કે પી.આઈ.અને વહીવટદાર સુરભા વતી દરેક અડ્ડાઓ ઉપર ગિરીશ ઠાકોર દ્વારા ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :
1. મંગુબેન ઠાકોર
દેશી દારૂનું વેચાણ
સ્થળ : બકરામંડી ખેડાજી નો ટેકરો.
2. શરીફા
અંગ્રેજી દારૂનું વેચાણ
સ્થળ : બકરામંડી ખેડાજી નો ટેકરો.
3. ઇશ્વર ઠાકોર
અંગ્રેજી દારૂ અને દેશી દારૂનો અડ્ડો
સ્થળ : કંકુ બેન ની ચાલી કેશવનગર
4. લખો
વર્લી મટકા નામનો જુગરનો અડ્ડો
બલોલનગર અને બકરામંડી માં જાહેર માં જ લખી રહો છે સટ્ટા ના આંકડા
5. રાજુ પંજાબી
અંગ્રેજી દારૂનો અડ્ડો
સ્થળ : રાણીપ પોલીસ સ્ટેશનની બાજુમાં અને અલ્પેશ ઠાકોરની ઓફિસની બાજુમાં.
6. સનાજી ઠાકોર
ગાંજો અને અફીણ નો વેપારી
મદ્રાશીની ચાલી કેશવનગર પાસે રાણીપ
7. મહેશ અંબાલાલ
ગાંજાનો વેપારી
મદ્રાશીની ચાલી કેશવનગર પાસે રાણીપ.
જો આવીરીતે અમદાવાદ શહેર ખુલ્લેઆમ દારૂ અને જુગાર તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ ધંધા ધમધમતા હોય અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ વાત થી અજાણ હોય તે વાત જરા પણ માનવામાં ન આવે તેવી હોય તેવું લાગી રહ્યું છે.