અમદાવાદ માં સલાબતપુરા મોટી બેગમવાડી સ્થિત સિન્ડિકેટ સમોસા ચાર રસ્તાથી કાલુપુર બેંક તરફના માર્ગ પર સિટિઝન કાપડ માર્કેટને જોડતી 3 ગલીઓમાં અને કાલુપુર બેંકથી તિરૂપતિ અને રોહિત ટેક્સ્ટાઇલ માર્કેટથી રિંગ રોડને કનેક્ટેડ માર્ગ પર વર્ષો જૂની 150 એમએમની ડ્રેનેજ લાઇનને 250 એમએમમાં બદલવાની કામગીરી શુક્રવારથી શરૂ કરાઇ હતી. આ કામગીરી અલગ-અલગ તબક્કામાં કરાશે. અંતિમ તબક્કામાં એનટીએમ માર્કેટ નજીકથી વણકર માર્કેટ અને નવાબની વાડી મેઇન રોડ સુધી જોડાણ આપવાની કામગીરી 40 દિવસ સુધી ચાલશે, તેવું આયોજન છે.
જેથી શુક્રવારથી 20 માર્ચ સુધી આ માર્ગોને તબક્કાવાર બંધ કરાશે. પાલિકાએ કહ્યું કે, રિંગ રોડ સાથે કનેક્ટેડ હોવા છતા વિવિધ કાપડ માર્કેટથી ઘેરાયેલા આ માર્ગો સિંગલ રોડ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા નથી. જેમ-જેમ કામ પુર્ણ થશે તેમ આંશિક રસ્તા શરૂ શકાશે. માર્કેટના બેક રોડનો જ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.