ગુજરાત માં થર્ટીફસ્ટ ની ઉજવણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કટિબદ્ધ બની છે અને કોઈ ની પણ શેહ શરમ ભરશે નહીં ,31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઇ અમદાવાદ શહેર પોલીસે અઠવાડિયાથી ખાસ અભિયાન શરૂ કર્યું છે.પોલીસે 21 થી 29 ડિસેમ્બર દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઈવના 56 કેસ પણ કર્યાં છે.દારૂ પીને વાહન હંકારતા તેમજ મહિલાઓની છેડતી કરતા રોડ રોમિયોને ઝડપી લેવા શહેર પોલીસ કમિશનરે હોક સ્ક્વોડની 26 ટીમ બનાવી છે.હોક સ્ક્વોડની પ્રત્યેક ટીમમાં 220 સીસીના બે પલ્સર બાઈક અને ચાર પોલીસ કર્મી સહિત 104 કર્મી ફરજ બજાવશે.
હોક સ્ક્વોડની ટીમો મુખ્યત્વે એસજી હાઈવે,સીજી રોડ,રિવરફ્રન્ટ,કાંકરીયા સહિતના ભીડભાડવાળા વિસ્તારમાં હાજર રહેશે.હોક સ્ક્વોડ પાસે પણ બ્રેથ એનલાઈઝર હશે.જેથી કોઈ વાહન ચાલક દારૂ પીને ગાડી ચલાવતો હોવાની શંકા જશે તો સ્થળ પર જ ટેસ્ટ કરી તેની સામે પગલા લઈ શકાશે.પોલીસને 31 મી એ રાતે 10 વાગ્યા થી સ્ટેન્ડ ટુ કરી દેવાયા છે,દર વર્ષની જેમ જ સીજી રોડ વાહન ચાલકો માટે બંધ કરી દેવાયો છે.જો કે આ વર્ષે દારૂ બંધીના કાયદાના કડક અમલ માટે પોલીસે છેલ્લા 10 દિવસથી નાકાબંધી ગોઠવી છે.31 ડિસેમ્બર 2003માં શાહીબાગની હોટલના રૂમમાં બીજલ જોશી ઉપર થયેલા ગેંગ રેપની ઘટના જેવી કોઇ ઘટનાનું પુનરાર્વન ન થાય તે માટે કેટલાક પોલીસ કર્મચારીને રવિવારે શહેરની હોટલો-ગેસ્ટ હાઉસો ચેક કરવાનું કામ સોંપાયું છે.
દારૂ પીને નીકળનારી મહિલાઓને પકડવા દરેક નાકાબંધી પોઈન્ટ ઉપર પુરુષ પોલીસ કર્મચારીની સાથે મહિલા પોલીસ કર્મચારીઓ પણ બ્રેથ એનલાઈઝર સાથે તહેનાત રહેશે.સેકટર-1 ના સંયુકત પોલીસ કમિશનર પિયુષ પટેલ એ જણાવ્યું હતુ કે અમારો ઈરાદો કોઈનો તહેવાર બગાડવાનો નથી,પરંતુ મનોરંજન કરવા માટે દારૂ પીવા સિવાયના બીજા સંખ્યાબંધ માધ્યમો છે.જેથી દારૂ પીને છાકટા બન્યા વગર તહેવાર ઉજવનારાને જરા પણ ચિંતા કરવાની જરૂર નથી,અમદાવાદ ગ્રામ્યના બોપલ,સાણંદ અને ચાંગોદરમાં જ 80 ફાર્મ હાઉસ અને ક્લબ છે.આ તમામના માલિકોને સુપ્રિમના આદેશ મુજબ 12 વાગે પાર્ટી બંધ કરવા,આલ્કોહોલ ન પીરસવાની સૂચના અપાઈ છે.ગ્રામ્ય પોલીસના 200 કર્મી અહીં વોચ રાખશે.
અમદાવાદ પાર્ટી આયોજક ફાર્મ અને ક્લબ હાઉસના માલિકોએ 31મી ડિસેમ્બરની પાર્ટી દરમિયાન પોતાની ઈમારતોમાં સીસીટીવી ફૂટેજ લગાવવા પડશે.આ ફૂટેજ પહેલી જાન્યુઆરીએ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોને સોંપવાની ગ્રામ્ય પોલીસે સૂચના અાપી છે.
અમદાવાદ પોલીસ શહેરને જોડતા જીલ્લાઓની પોલીસ સાથે જોઈન્ટ ચેકપોસ્ટ બનાવશે.જેથી બંને જીલ્લાની પોલીસ મળી દરેક ચેકપોસ્ટ પર 4 પોલીસ કર્મચારીઓ પર ફરજ બજાવશે.
અમદાવાદ શહેર અને જિલ્લા માં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ ખાસ પેટ્રોલિંગ હાથ ધરશે, અને સલામતી નો અહેસાસ કરાવશે જોકે દારૂ ના શોખીનો માટે આ બેડ ન્યૂઝ રહ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.