અમદાવાદ માં પોલીસ સાથે સાંઠગાંઠ ધરાવતા બાબુ દાઢી નું જુગારધામ ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે અને તેમાં એક પોલીસ વહીવટદાર ભાગીદાર હોવાની વાતો વચ્ચે આ મહાશય પોતાના પાર્ટનરને સાચવી રહ્યા ની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે સાબરમતી પોલીસ મથક ની વાત કરવામાં આવે તો સત્યડે ના પત્રકાર આગમ શાહ દ્વારા બાબુ ના અડ્ડા મામલે પોલીસ કંટ્રોલ ઉપર ઈન્ફોર્મેશન આપવામાં આવે છે અને થોડી જ વાર માં બાબુ દાઢી નો પત્રકાર ના નંબર ઉપર ફોન આવે છે અને ગાળો આપે છે એટલું જ નહીં બાબુ દાઢી ના મોબાઈલ માંથી સાબરમતી પોલીસ મથક ના પોલીસ કર્મચારી નો ફોન આવે છે અને હાજર થવાની વાત કરે છે આ આખી ઘટના માં પોલીસ અને બાબુ દાઢી વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા દેખાય છે.
હવે તમે વિચારો કે પોલીસ કન્ટ્રોલ માં ફોન કરો તે નંબર બાબુ દાઢી પાસે કેવી રીતે ગયો ? કંટ્રોલ વાળા કહે છે કે અમે તે નંબર જેતે પોલીસ મથક માં આપી દઈએ છીએ તો તેનો મતલબ એવો થાય કે સાબરમતી પોલીસ મથક માં જ કોઇ એવો ફુટેલો પોલીસ કર્મચારી છે કે જે નંબર સરકારી ગુપ્તતા અને ગોપનીયતા નો ભંગ કરી જેની સામે ફરિયાદ હોય તેને આપી દે છે એટલું જ નહીં પણ બાબુ દાઢી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ની ફરિયાદ લઈ ઉપર થી ચોર કોટવાલ ને દંડે તે રીતે કાયદા નો દુરુપયોગ કરતો હોવાનું સામે આવ્યુ છે અને અડ્ડા માં એક પોલીસ વહીવટદાર ની પાર્ટનરશીપ હોવાની વાતો ચર્ચાનો વિષય બની છે.
પોલીસ કંટ્રોલ થી લઈ તમામ વાતો ફોન ઉપર રેકોર્ડ થયેલી છે જે સમય આવ્યે રજૂ કરવામાં આવશે.
સાબરમતી રેલ્વે કોલોની ગુરુદ્વારાની પાછળ પાણીના વેરા પાસે ચાલતા લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી સેંધાજી રાવતના જુગારધામ ઉપર સાબરમતી પોલીસ ની મીઠી નજર હોવાનું જણાય રહ્યું છે.
અગાઉ ના વર્ષો ની વાત કરવામાં આવે તો બાબુ દાઢી આમેય પોલીસ ને ગણતો ન હોવાનું સામે આવેલું જ છે અને આ અડ્ડા ઉપર જ્યારે પોલીસે રેડ કરેલી ત્યારે પોલીસ ને ભારે પડ્યુ હતું જેતે સમયે પોલીસે ચંપાબેન મનુભાઈ રાવત,ક્રિષ્ના બેન લક્ષણ ભાઈ રાવત અને બાબુ ઉર્ફે ગગુ સેધાજી રાવત સામે પોલીસ ના કામ માં રુકાવટ નો ગુનો નોંધાયો હતો જેનો રેકોર્ડ પોલીસ દફતરે છે એ સમયે અખબારો માં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઉપર હુમલો થતા સ્વબચાવ માં વધુ કાફલો બોલાવવા અંગેના સમાચારો પણ છપાયા હતા.
જોકે,હવે સ્થિતિ જુદી છે હવે ખુદ પોલીસ ના અમુક ફૂટેલા ભ્રષ્ટ તત્વો સપોર્ટ કરી રહયા નું સામે આવી રહ્યું છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ આ બાબતે અજાણ હોય તે કહેવું અતિશયોક્તિ ભર્યું ગણાશે.
