રાજ્ય માં સાતમ-આઠમ આવતા જ જન્માષ્ટમી ના રમાતા જુગાર ઉપર પોલીસ ની નજર છે પણ બાબુ દાઢી નો જુગાર નો મોટો અડ્ડો પોલીસ ને દેખાતો નથી તે કારણ ભારે આશ્ચર્ય જન્માવી રહ્યું છે એટલું જ નહીં બાહોશ ગણાતી ક્રાઈમ બ્રાન્ચ ને પણ આ અડ્ડો દેખાતો નથી તે વાત એથી વધારે નવાઈ પમાડે તેવી છે કારણ ગમે તે હોય પણ લાખ્ખો ના વહીવટ છતાં આંખ આડા કાન કરવામાં આવી રહયા છે.
બાબુ દાઢી ના ભાગીદારો ની વાત કરવામાં આવે તો તે પૈકી કેટલાક અખબાર ના પાને ચમકી ચુક્યા છે પણ એક ભાગીદાર પોલીસ નો માણસ હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે,અને આ ભાઈ બન્ને બાજુ મલાઈ ખાઈ રહયા છે અને સરકારી હોદ્દા નો દુરુપયોગ કરી રહ્યા નું જણાઈ રહ્યું છે તેઓ નો રોલ આ જુગારધામ ઉપર ખુબજ મહત્વ નો હોવાનું કહેવાય છે.
અમદાવાદ સાબરમતી રેલ્વે કોલોની ગુરુદ્વારાની પાછળ ચાલતા લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી સેંધાજી રાવતના જુગારધામ માં પોલીસવાળા નો વહીવટ ચાલતો હોવાની ચર્ચા એ ભારે ચકચાર જગાવી છે અને વહીવટદાર ભાગીદાર પણ હોવાની વાતે ભુકંપ સર્જી નાખ્યો છે,એક કહેવત છે કે મોસાળ માં જમણ હોય અને માં પીરસવા વાળી હોય ત્યાં પૂછવાનું જ શુ હોય !
ગામ આખા માં સાતમ આઠમ નો જુગાર ક્યાં રમાય છે તે શોધી રહેલી પોલીસ ને બાબુ દાઢી નો જુગાર નો અડ્ડો દેખાતો નથી.
અગાઉ સાબરમતી પોલીસ મથક માં સરકારી ફોન હોવાછતાં બાબુ દાઢી ના મોબાઈલ માંથી પોલીસે પત્રકાર સાથે વાત કરી હતી અને પોલીસ સ્ટેશન માં આવવા જણાવ્યું ત્યારે જ દાળ માં કઈક કાળુ હોવાની ગંધ આવતી હતી તે મુદ્દો તપાસ નો વિષય બની ગયો હતો પણ વહીવટીદાર જ આ અડ્ડા ના પાર્ટનર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે ત્યારે સરકારી ખાખી વરદી પહેરી બાબુ દાઢી માટે કામ કરતા એ કથિત પોલીસ કર્મી સામે તપાસ થાય તો મોટી લિંક પકડવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે પોલીસ ને પોતાના મોબાઈલ થી વાત કરાવી બાબુ દાઢી એ જેતે વખતે જ પોલીસ માં પોતાની કેટલી વગ છે ? તે સાબિત કરી બતાવ્યુ હતું ત્યારે જનતા ની સેવા માટે ઉભા કરાયેલા પોલીસ મથક નો જો આ રીતે ઉપયોગ થવા લાગશે તો લોકશાહી ખતરા માં આવી પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.
