અમદાવાદ શહેરમાં સહેલાણીઓને હરવા ફરવા માટે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ હવે સ્યુસાઇડ પોઇન્ટ બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 3 દિવસમાં 2 લોકો સ્યુસાઇડ કરવા માટે રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા અને એક મહિલાએ તો જીવ પણ ગુમાવ્યો. ત્યારે સવાલ એ ઉભા થવા પામ્યા છે કે દર મહિને લાખો રૂપિયાનો પગાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેંથર સિક્યુરિટી ને ચુકવવામાં આવી રહ્યો છે કે જે ગાર્ડ દ્વારા ફક્ત ને ફક્ત રિવરફ્રન્ટ નું જ ધ્યાન રાખવાનું હોય છે કે રિવરફ્રન્ટમાં કોઈ પણ જાતનો બનાવ ન બને પરંતુ અહીંના રિવરફ્રન્ટ ની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે કારણકે અહીંના સિક્યુરીટી ગાર્ડ દ્વારા કોઈજ પ્રકારનું ધ્યાન થી નોકરી કરવામાં આવતી નથી અને ફક્ત ને ફક્ત નામનો જ પગાર લઈ રહ્યા છે.
વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ એક આયેશા નામની મહિલાએ રિવરફ્રન્ટ ઉપર બેસીને વિડિઓ વાયરલ કર્યો હતો અને ત્યારબાદ રિવરફ્રન્ટ માં કુદી આત્મહત્યા કરી લીધી હતી.જો આ સમયે ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ પોલીસ ને કે અન્ય કોઈ ને જાણ કરી દીધી હોત તો આ પરિવાર ની દીકરી બચી જાત પરંતુ અહીં સિક્યુરિટી ગાર્ડને કોઈજ પ્રકાર નું કામ કરવું નથી ફક્ત મફતમાં પગાર જ લેવો હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સિક્યુરિટી ગાર્ડ ની કંપની પેંથર સિક્યુરિટી ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
