ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તોડકાંડ ને લઈ ગુજરાત પોલીસની છબી ખરડાઈ રહી છે જેમાં અમુક ગણ્યા ગાંઠ્યા પોલીસ કર્મચારીઓ ને કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થઈ રહી છે જેને લઈ ગુજરાત ની જનતા ને પોલિસ ઉપર ભરોસો ઉઠી જવા પામ્યો છે.
તાજેતરમાં જ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલ તોડકાંડ ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતુ અને રાજકોટ પોલીસ કમિશ્નર ની બદલી કરી દેવામાં આવી હતી.
ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન માં નોકરી કરતા રેવાભાઈ કે જેઓની નોકરી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બોલી રહી છે પરંતુ તારીખ 10/06/2020 ના દિવસથી ઝોન 1 સ્કોર્ડમાં કામ કરી રહ્યા હોવાની વાત સબંધીતોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે.
રેવાભાઈ ને ત્યાં મુકવામાં આવ્યા હોય તો જુદી વાત છે પણ તેઓનું ફરજનું સ્થળ અલગ અને નોકરી બીજી જગ્યાએ કરે તેવી વાતો આજકાલ પોલીસબેડામાં ભારે ચર્ચા જગાવી રહી છે.
આ અગાઉ રેવા ભાઈ અનેક પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકે પણ રહી ચૂક્યા છે અને અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરોબો હોવાની વાતો પણ ચર્ચાના મુખ્ય પરિઘમાં રહેવા પામી છે.
અમદાવાદ શહેરમાં ઝોન 1 સ્કોર્ડ માં ડીસીપી તરીકે સારું નામ ધરાવતા અધિકારી રવિન્દ્ર પટેલ છે તેમની કામગીરી ને ગુજરાત રાજ્યના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર પણ બિરદાવી રહ્યા છે પરંતુ તેમના સ્કોર્ડ માં રેવાભાઈ નું કોઈ જ નામ ન હોવા છતાં પણ રેવાભાઈ કોના ઈશારે ઝોન 1 માં સ્કોર્ડ માં છું તેમ કહી નિષ્ઠવાન અધિકારી અને પોલીસ કર્મીઓઓની ઈજ્જત દાવ ઉપર લગાવી રહયા છે તે એક પ્રશ્ન છે. રેવાભાઈ ઉપર કોના આશીર્વાદ છે તેપણ તપાસનો વિષય છે.જો આ મામલે ગુજરાત રાજ્યના ડીજીપી,અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર અને ઝોન 1 ડીસીપી રવિન્દ્ર પટેલ દ્વારા પારદર્શક તપાસ કરવામાં આવે તો રેવાભાઈની આવક અને બેનામી સંપતિઓ ઉપરથી પડદો ઉંચકાવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
આમ અમદાવાદ પોલીસખાતામાં આજકાલ રેવાભાઈ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
