અમદાવાદ શહેરમાં બુટલેગરો એટલે હદે બેફામ બન્યા છે કે હવે તો એ લોકોને કાયદાનો કોઈજ પ્રકારનો ડર જ નથી રહ્યો અને બિન્દાસ ખુલ્લેઆમ જ ચલાવી રહ્યા છે દેશી અને ઈંગ્લીશ દારૂના અડ્ડાઓ. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસો થી બુટલેગરોની દાદાગીરી સામે આવી રહી છે અને પત્રકારો ઉપર હુમલા પણ કરી રહ્યા છે અને પોલીસ આ બાબત ને લઈ ને મૌન સેવી રહી છે કારણકે પોલીસ ને પણ એ વાત નો ડર સતાવી રહ્યો છે કે જો અમે દારૂના અડ્ડા બંધ કરાવીશું તો અમારા જ હપ્તા બંધ થઈ જશે તો શું કરવાનું આવી વાતો લોક મુખે ચર્ચાઈ રહી છે જેથી પોલીસ અને બુટલેગરની મિલીભગત વગર આ અડ્ડાઓ ચાલુ ના રહે.
અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની વાત કરવામાં આવે તો આ જ વિસ્તારમાં પોલીસ કમિશ્નર કચેરી પણ આવેલી છે અને તાજેતરમાં જ વિજિલન્સ ની ટીમ દ્વારા પણ પોલીસ કમિશ્નર કચેરીની પાછળના ભાગમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડ્યો હતો અને જેમાં પોલીસ કમિશ્નર ની પોલ ખુલી ગઈ હતી કારણકે પોલીસ કમિશ્નર કચેરી થી 100 મીટરના દાયરામાં જ વિજિલન્સ ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.
—- શાહીબાગ પોલીસ સ્ટેશનના વહીવટદાર જયદીપસિંહના રાજમાં દારૂબંધીનાં ઉડ્યા ધજાગરા
—- શાહીબાગ પોલીસ સ્ટેશનના વહીવટદાર જયદીપસિંહ નું રિમોટ ક્યાં જુના વહીવટદારના
હાથમાં ?
—- વહીવટદાર જયદીપસિંહ શાહીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. ને બદનામીના છાંટા ઉડાડશે કે પછી પી.આઈ. પણ આ વાત થી જાણકાર છે કે શું ?
—- ગુજરાત રાજ્યના પોલીસ વડા તેમજ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શાહીબાગ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ સામે લાલ આંખ કરશે ખરી ?
શાહીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી અને ઈંગ્લીશ દારૂના અડ્ડાઓ નું લિસ્ટ નીચે પ્રમાણે છે :
1. લીલા નામની મહિલા દેશી દારૂનો અડ્ડો ખોડીદાસની ચાલી ખાતે ચલાવી રહી છે.
2.લીલા અને પોપટ નામની વ્યક્તિ દેશી દારૂનું વેચાણ યુ.એન.મહેતા હોસ્પિટલની બરોબર સામે
3. કિશન નામની વ્યક્તિ દેશી દારૂનું વેચાણ ખોડીદાસ ની જૂની ચાલી ખાતે ચલાવી રહ્યો છે.
4.ટાઇગર નામનો શખ્સ દેશી દારૂનું વેચાણ ભોગીલાલ ની ચાલી ખાતે ચલાવી રહ્યો છે.
5. ફાલ્ગુન નામનો શખ્સ ઈંગ્લીશ દારૂનું વેચાણ ગાદલવાળી ચાલીની ગલીમાં ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો છે.
6. દિલીપ નામના વ્યક્તિ દ્વારા અંબિકા ગેસ્ટ હાઉસ પાસે ભોગીલાલની જૂની ચાલી ખાતે મોટાપાયે જાહેરમાં જ ઈંગ્લીશ દારૂનું વેચાણ કરી રહ્યો છે.
શાહીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી અને ઈંગ્લીશ દારૂની પરમિશન આપનાર હિંમતવાન વહીવટદાર જયદીપસિંહ ને કેમ નથી કાયદાનો ડર ?