અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નર કચેરીથી નજીક આવેલા દરિયાપુરના મનપસંદ જીમખાનમાં સૌથી મોટી જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારીઓ ઝડપાયા હતા.આ રેડના કારણે અમદાવાદ પોલીસ કમિશ્નરની શાખને ડાઘ લાગ્યો હતો.હવે રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓ એક્શન મોડ માં આવી ગયા છે અને જવાબદારોની બદલી અને સસ્પેન્ડનો ઓર્ડર કરી દીધો છે.જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જાડેજા,ડી.સ્ટાફ પી.એસ.આઈ. પટેલ અને આખો જ ડી સ્ટાફ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને પી.સી.બી માં મહત્વના વહીવટ કરતા યોગેન્દ્ર સિંહ સહિત 9 ની બદલી કરી દેવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહત્વની વાત તો એ સામે આવી રહી છે કે આ રેડ જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવી હતી ત્યારે 8 પોલીસ કર્મચારી એવા હતા કે જે આ જુગારી કલબ માં બેસી ને દારૂની મહેફિલ માણતા હતા તો એ 8 પોલીસ કર્મચારીઓ કોણ હતા અને તેઓને કોના કહેવાથી જવા દેવામાં આવ્યા તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.જાણવા મળતી માહિતી મુજબ તો એ પણ જાણવા મળી રહ્યું છે કે મનપસંદ જુગાર ક્લબમાં 300 થી વધુ લોકો હાજર હતા પરંતુ ફક્ત ને ફક્ત 183 લોકો ને જ કેમ બતાવવામાં આવ્યા ? તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.
