અમદાવાદ શહેર માં છેલ્લા ઘણા દિવસોથી ગરીબોને મળતા રેશનિંગ ના અનાજ નો કાળોકારોબાર ચાલી રહો હોવા છતાં પણ સરકાર અને એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની અનેક વાતો સામે આવી રહી છે અને આ અનાજ માફિયાઓને કાયદાનો કોઈ જ પ્રકાર નો ડર ન હોય તેવી રીતે બિન્દાશ ધંધો કરી રહ્યા છે.
વાત કરવામાં આવે અમદાવાદના જુહાપુરાની તો અમદાવાદના જુહાપુરામાં રહેતો અય્યુબ કેરોસીન ના નામથી પ્રચલિત અય્યુબ અઠ્ઠો કે જે પાલડી વાસણા સહીત ની સસ્તા અનાજની અનેક દુકાનોમાં આવતો સરકારી અનાજ નો જથ્થો એફ.સી.આઈ. ની ઓફિસ શાહીબાગ થી નીકળી સીધો જ અય્યુબ કેરોસીનના ગોડાઉન ઉપર ખાલી કરવામાં આવતો હોવાની વાત સામે આવી રહી છે.
અમદાવાદ શાહીબાગ ખાતે આવેલી એફ.સી.આઈ. ની ઓફિસ થી અનાજ ભરી નીકળેલી આઇસર 407 જેનો નંબર 1477 છે અને જેનો કોન્ટ્રાક્ટર રામાજી હતો અને તેનો ડ્રાઈવર એફ.સી.આઈ. ઓફિસ થી લાંભા ની દુકાને ઉતારવાનો અનાજ નો જથ્થો સીધો જ અય્યુબ કેરોસીન ઉર્ફે અય્યુબ અઠ્ઠા ના ગોડાઉન જુહાપુરામાં આવેલ રોનકપાર્ક સોસાયટી પાસેની દુકાનમાં ખાલી કરવામાં આવ્યો હતો. જો અનાજ નો આ જથ્થો લાંભા ની જગ્યાએ અય્યુબ કેરોસીનના ત્યાં ખાલી કરવામાં આવ્યો તો અમદાવાદ ના એફ.સી.આઈ. ના અધિકારીઓ ક્યાં સુઈ ગયા હતા કે પછી એફ.સી.આઈ. ના અધિકારીઓ અને અય્યુબ કેરોસીનની મીલીભગત થી જ આ સસ્તા અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તે પણ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે.આ અય્યુબ કેરોસીન ઉર્ફે અય્યુબ અઠ્ઠા ની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા પણ આ જ અય્યુબ અઠ્ઠા ઉપર વાસણા પોલીસ સ્ટેશન માં પણ ગુન્હો દાખલ થયેલો હતો તેમ છતાં પણ એફ.સી.આઈ. ના અધિકારીઓની આંખો ખુલતી ન હોય તેવી રીતે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ સત્ય દે ન્યૂઝ ની ટીમ દ્વારા જુહાપુરા ના રોનકપાર્ક પાસે ગેરકાયદેસર રીતે ખાલી થતી સસ્તા અનાજ ની ગાડીના ફોટા અને વિડિઓ પણ ઉતારવામાં આવ્યા હતા અને સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા તેમછતાં પણ એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા હજુ સુધી પણ કોઈ જ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી નથી.આ અય્યુબ કેરોસીન ઉર્ફે અય્યુબ અઠ્ઠો ની દાદાગીરી એટલી હદ્દે વધી ગઈ છે કે તે પોતે જણાવી રહ્યો છે કે એફ.સી.આઈ. ના અધિકારીઓ કે ગુજરાત પોલીસ મારુ કશું જ બગાડી નહિ શકે કારણકે હું તમામને ખોબેને ખોબે વહીવટ આપીરહો ચુ તેવી વાત લોકમુખે ચર્ચાઈ રહી છે કારણકે એટલા માટે જ આ અનાજ માફિયા ઉપર કોઈ કાર્યવાહી થતી ન હોય તેવું લાગી રહ્યું છે.જો એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા આ બાબતની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સરકારી અનાજ ના બહુ જ મોટા કૌભાંડ નો પર્દાફાશ થઈ શકે છે.