કહેવાય છે કે ગાંધીનું ગુજરાત સલામત ગુજરાત !
ગુજરાત રાજ્યમાં દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે અનેક લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે.ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ ને સરકાર દ્વારા અનેક કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે તેમ છતાં અમદાવાદ શહેરમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને પણ ગાંઠવા તૈયાર નથી અને કરોડો નો દારૂ વેચાઈ રહ્યો છે જ્યારે આજે વાત કરીએ તો એક સામાન્ય વ્યક્તિ તો ઘણા બુટલેગરો જોયા હશે પણ આજે તો અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરી ની પાછળ આવેલ માધુપુરા પોલીસ લાઈનમાં રહેતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જ બની ગયા બુટલેગર.
અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરી ની પાછળ આવેલ માધુપુરા પોલીસ લાઇન આવેલ છે જેમાં વિક્રમસિંહ નામનો હેડ કોન્સ્ટેબલ જ બુટલેગર બની ગયો અને પોલીસ લાઇનના ગ્રાઉન્ડ માં જ પોતાની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની બોટલ રાખી ને વેપાર કરી રહ્યો હતો જેની જાણ થતાં જ શાહીબાગ પોલીસ દ્વારા રેડ કરવા માં આવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ સ્વીફ્ટ કાર અને 152 નંગ વિદેશી દારૂની બોટલ સાથે પકડાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે અને અનેક સારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ની આવા કર્મચારીઓના લીધે છબી ખરડાઈ રહી છે અને હાલ ચર્ચા એ પણ ચાલી રહી છે કે આ હેડ કોન્સ્ટેબલ આટલો બધો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં કારણોસર આ ધંધો શરૂ કરવો પડ્યો તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.