અન્ન નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત રેશનિંગ ની દુકાનો ના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે.પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા કારોબારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર વેચી મારવાનું કામ કરી રહ્યા છે.
અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આવેલ રેશનિંગ ની દુકાનોના માલિકો ને આપવામાં આવતું અનાજ કોન્ટ્રાકટર બડે માંગી અને તેનો દીકરો મદન દ્વારા અન્ન નાગરિક પુરવઠા ના અધિકારીઓ સાથે ઘરોબો રાખી અન્ન નાગરિક પુરવઠા દ્વારા આપવામાં આવતો અનાજ નો જથ્થો બારોબાર સાણંદ,નરોડા જીઆઇડીસી સહિતની રાઈસ મિલ માં મોકલી દેવાનું કૌભાંડ કરી રહ્યા છે.થોડા સમય અગાઉ અમદાવાદના શાહીબાગ અન્ન નાગરિક પુરવઠાની કચેરી થી અનાજ ભરી કોન્ટ્રકર બડે માંગી અને મદન ની ગાડી સી.ટી.એમ. વિસ્તારમાં આવેલ અશોક ગુપ્તાને ત્યાં પહોંચી હતી અને જ્યાં સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા રોકવામાં આવતા બાપ દીકરાની જોડીએ દાદાગીરી કરી ગાડી હંકારી મૂકી હતી અને ત્યારબાદ સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા અન્ન નાગરિક પુરવઠા ના અધિકારીઓને બોલાવી દુકાન ખોલાવતા અનાજ નો જથ્થો જરૂરિયાત કરતા વધુ મળી આવતા દુકાન માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કોઈક ને કોઈક કારણસર અન્ન નાગરિક પુરવઠા ના અધિકારી દ્વારા હજુ સુધી આ દુકાન માલિક ઉપર બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને દુકાન હાલમાં પણ ચાલુ જ છે તેવું સ્થાનિકો દ્વારા સત્ય ડે ન્યૂઝ ની ટીમ ને જણાવવા માં આવેલ.કોન્ટ્રાકટર ની ગાડી બડે માંગી અને મદન ની હોવા છતાં પણ અન્ન નાગરિક પુરવઠાના અધિકારી દ્વારા બડે માંગી અને મદન ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અન્ન નાગરિક પુરવઠા ના અધિકારીઓ ઉપર પણ સવાલો ઉભા થવા પામ્યા છે. રેશનિંગ ની દુકાન ચલાવતા માલિકો ઉપર ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ વેપારીઓને કોઈપણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.જો ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા ભેગા થઈ આવા તત્વો ને પકડવામાં આવે તો મોટા પ્રમાણ માં કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
5
/ 100
SEO સ્કોર