અમદાવાદ શહેરમાં આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી દારૂ,જુગાર,ડ્રગ્સ બીજા અનેક નશીલા પદાર્થો વેચવા એ નવાઈ નથી રહી કારણકે અમદાવાદ શહેરમાં ઠેરઠેર દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડાઓ પુરજોશ માં ચાલી રહ્યા હોવાના અનેક વિડિઓ સામે આવ્યા છે અને તેમ છતાં પણ ગુજરાત રાજ્યના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા કોઈ પણ પ્રકારની ઠોસ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ બુટલેગરો દ્વારા પોલીસ અને પત્રકારો ઉપર છાશવારે હુમલા કરતા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.
આજે અમદાવાદ શહેરની એક એવી વાત આવી છે કે જે જાણી ને આપ પણ ચોંકી ઉઠશો કે શું આ અમદાવાદ જ છે ને !
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી મસમોટી સંખ્યામાં સ્પા સેન્ટરો ખુલી જવા પામ્યા છે વાત તો એ છે કે આ સ્પા સેન્ટરોમાં અંદરખાને ફક્ત ને ફક્ત દેહવ્યાપાર નો જ ધંધો ચાલી રહ્યો છે.સ્પા સેન્ટર માં આવતા અનેક યુવાધન આ બાબતને લઈ બરબાદી તરફ ના રસ્તે જઈ રહ્યું છે અને અનેક યુવાનો બરબાદ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.તાજેતર માં જ એક એવો પણ કિસ્સો સામે આવ્યો હતો કે સ્પા સેન્ટર માં કામ કરતી યુવતી પ્રેગ્નેનેટ થયા બાદ બાળક ને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ એ બાળક ને મકાન ની સીડીઓ માં છોડી ને ચાલતી પકડતા બાળક ના રડવા ના અવાજ થી સ્થાનિક રહીશોએ મહિલાને પકડી પાડી પોલીસ ને સોંપી દીધી હતી.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ સ્પા ના નામે ચાલતો દેહવ્યાપાર નો ધંધો હોય તો પૂર્વ વિસ્તાર ના ઓઢવ,નિકોલ,રામોલ,નરોડા જેવા અનેક વિસ્તારો માં આવા ગોરખધંધાઓ ચાલી રહ્યા છે અને બીજી તરફ પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારના વસ્ત્રાપુર,આનંદનગર,સેટેલાઇટ,નવરંગપુરા,પાલડી,એલિસબ્રિજ જેવા બીજા અનેક વિસ્તારોમાં પણ આવા જ ગોરખધંધાઓ ચાલી રહ્યા હોવ છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.વાત તો એટલી હદે વટી ગઈ છે કે આ સ્પા સેન્ટરોમાં તો બપોરના સમયે પોલીસ જ આરામ ફરમાવવા માટે સપાસ સેન્ટરો ઉપર જ અડિંગો જમાવી ને બેઠા હોય છે.આમ તો અમદાવાદ શહેરમાં મહિલાઓ સામે થતા અત્યાચાર,છેડતી જેવા અનેક કેસો માટે સી ટીમ ની રચના કરવામાં આવી છે અને આ સી ટીમ પણ આવા ગોરખધંધાઓ ઉપર જઈ રેડ કરી શકે છે પરંતુ પોલીસ ને પેટ માં શુ દુખે છે એ ખબર ન પડતી હોવાથી જ આ સ્પા સેન્ટરોના માલિકો બેફામ બની ગયા છે.
એક તરફ અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે મહિલા પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવેલ છે તેમ છતાં મહિલા પોલીસ દ્વારા પણ સ્પા સેન્ટરના માલિકો ઉપર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી જ આ સ્પા સેન્ટરના માલિકો બેફામ બની બિન્દાસ દેહવ્યાપાર નો ધંધો ચલાવી રહ્યા છે.