અમદાવાદ શહેરના ગાયકવાડ વિસ્તારમાં એક વૃદ્ધ અને પુત્રવધૂ અવાર નવાર પોલીસ કન્ટ્રોલમાં મેસેજ કરતા હોવાથી પોલીસ અવાર નવાર તેમના ઘરે આવતી હતી. પરંતુ સસરા અને વહુ ફરિયાદ લખાવતા નહોતા. આ દરમિયાન ફરી એકવાર કંટ્રોલમાં ફોન કરતા પોલીસ વૃદ્ધના દીકરાને ગાયકવાડ પોલીસ સ્ટેશન લાવી હતી. જો કે આ દરમિયાન તેની પત્ની પણ પોલીસ સ્ટેશન આવી પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તન કરવા લાગી હતી.
માત્ર એટલું જ નહીં, પતિ દીવાલમાં માથુ પછાડતો જ્યારે પત્નીએ પોતાના હાથ પર છરી મારી કોર્ટમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. બીજી બાજુ પોલીસ કર્મીઓએ પતિ-પત્નીને પકડીને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રવધૂ ઘરમાં આઝાદીથી હરવા ફરવા દેતી નથી
શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી વિષ્ણુભાઈ સવારે ફરજ પર હાજર હતા. ત્યારે કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે, વણકરવાસ ગોળ લીમડા પાસે રહેતા અબ્દુલ રઝાક અબ્દુલ રહેમાન (ઉ.વ.67)ના દીકરાની પત્ની કુરેશાબાનુની સાથે તકરાર થઈ હોવાનો મેસેજ મળ્યો હતો. જેથી વિષ્ણુભાઈ અને સ્ટાફના માણસોએ અબ્દુલ રઝાક અબ્દુલ રહેમાન પાસે જઈ પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું કે, દીકરો અને વહુ તેમને ઉપરના માળે જવા દેતા નથી અને મહિનાની 5 તારીખે ભરણ પોષણ પણ આપતા નથી. માત્ર એટલું જ નહીં, પુત્રવધૂ ઘરમાં આઝાદીથી હરવા ફરવા દેતી નહોતી. જેને પગલે અબ્દુલ રઝાકે પોલીસમાં જાણ કરી હતી. પરંતુ પુત્રવધૂ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન કરતા પોલીસ કર્મી જતા રહ્યા હતા.
પુત્રવધૂએ મને સસરા મારવા આવે છે એવો ફોન કર્યો
ત્યાર બાદ અબ્દુલ રઝાકે પોતાના ઘરનો દરવાજો ખોલતા કૂરેશાબાનુએ બપોરે ૩ વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો, કે મને મારા સસરા મારવા આવે છે. જેનો મેસેજ વિષ્ણુભાઈને મળતા પોલીસ સ્ટાફના માણસો સાથે ફરી આવી પહોંચ્યા હતા. ત્યારે કૂરેશાને પૂછતા ફૂરેશા તેના સસરા અબ્દુલ રઝાક પર એકદમ ઉશ્કેરાઇ જતી રહી અને કહ્યું મારે કોઈ ફરિયાદ કરવી નથી. આ દરમિયાન પોલીસ કન્ટ્રોલમાં 16/27એ ફોન કરી કીધું કે, પોલીસ મારા સસરાના વિરૂદ્ધમાં ફરિયાદ લેતી નથી, એટલે હું મારા છોકરાને લઇ મરવા જાઉં છું.
કુરેશાએ બેગમાંથી છરી કાઢી પોતાના હાથ પર મારી
ગાયકવાડ પોલીસે જેમ ફાવે તેમ બોલી ધમકાવે છે કહી ખોટા મેસેજ કરતા પતિ મહોમદ ઇલ્યાસને પોલીસ સ્ટેશને લઈને જતા તેમણે મહિલા કર્મી સાથે ગેરવર્તન કર્યું. તેમજ ઉશ્કેરાઇને દિવાલે પોતાનું માથું પછાડવા લાગ્યો હતો. બીજી બાજુ પત્ની કુરેશા પોલીસ સ્ટેશન આવીને ઉશ્કેરાઇને પોતાની બેગમાં રહેલી છરી પોતાના હાથના કાંડા પર મારી હતી. કુરેશાએ પોલીસ કર્મીને ધમકી આપતા કહ્યું કે, તમારા વિરૂદ્ધમાં કોર્ટમાં ફરિયાદ કરીશું. જો કે હાજર મહિલા પોલીસે કુરેશાબાનુંના હાથમાં રહેલી છરી મૂકાવી હતી. ત્યાર બાદ ઈલ્યાસ અને તેની પત્ની કુરેશા વિરૂદ્ધમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.