અમદાવાદ માં પોલીસ ખાતા માં પોતાની વગ ઉભી કરી ખુલ્લેઆમ વર્ષો થી જુગાર નો અડ્ડો ચલાવનાર કુખ્યાત બાબુ દાઢી ના અડ્ડા મામલે સત્યડે માં અહેવાલો આવ્યા બાદ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ની કચેરી ગાંધીનગર થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનર ને બાબુ ના અડ્ડા સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરી તેનો રિપોર્ટ બે દિવસ માં મોકલવા સૂચના આપતા હવે બાબુ ના અડ્ડા અને તેના ભાગીદારો દોડતા થઈ ગયા છે.
બાબુ ના અડ્ડા માં પોલીસ વહીવટદાર ની શંકાસ્પદ ભૂમિકા પણ તપાસ નો વિષય હોવાનું ચર્ચા માં છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અત્રે ના શહેર પોલીસ કમિશનરશ્રી ને જણાવાયું છે કે અમદાવાદ શહેરના સાબરમતી પોલોસ સ્ટેશન હદમાં (1) સાબરમતી ન્યુ રેલવે કોલોની દવાખાના ની સામે શેડ ની અંદર (2) સાબરમતી -કાળી ગામ રોડ,રેલવે સ્ટેશન સામે,રેલવે ના બંધ મકાન માં (3) જવાહર ચોક,ગુરૂદ્વારા ની પાછળ ,રબારી વસાહત સામે,વિપુલ પાન પાર્લર સામે (4) ચંદ્રભાગા આરા ને અડીને આવેલા જય અંબે ઈડલી વડા ની સામે બાબુ દાઢી,વિશાલ,ગુગો,ચેતન ચાવડા નામના ઈસમો ઈસમો મોટા પાયે જુગાર રમાડતા હોવા અંગે ની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી તેનો અહેવાલ બે દિવસ માં ફેક્સ મેસેજ થી મોકલવા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સત્યડે ના પ્રતિનિધિ આગામ શાહ દ્વારા બાબુ ના અડ્ડા મામલે પોલીસ કંટ્રોલ માં જાણ કરાયા બાદ બાબુ નો તરત જ પત્રકાર આગમ શાહ ઉપર ફોન આવતા પોલીસ ની મિલી ભગત સામે આવી હતી અને બાબુ એ આગમ શાહ ને ગાળો આપી હતી અને સાબરમતી માં ફરિયાદ કરી હતી તેમજ સાબરમતી પોલીસ મથક માં એક પોલીસ વાળા પાસે હાજર થવા ફરમાન કરાવી પોતાની વગ સાબિત કરી હતી એટલું જ નહીં બાબુ ના અડ્ડા માં એક પોલીસ વહીવટદાર નો ભાગ હોવાની વાતો પણ ચર્ચામાં આવી હતી આમ પોલીસ સાથે ની સાંઠગાંઠ ખુલ્લી પડતા આખી મેટર વિવાદ માં આવી છે ત્યારે જો પોલીસ કમિશનર દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ થશે તો મોટા ખુલાસા થવાની શકયતા છે અને ખાખી ની આડ માં બે નંબર ના ધંધા માં કોણ કોણ સંડોવાયેલું છે તે બહાર આવવા ની શક્યતા વ્યક્ત થઈ રહી છે.