રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી આનન્દી બેન પટેલ સામે નાણાકીય વ્યવહાર અંગે એક મહિલા એ આક્ષેપ કરતા ભારે ચકચાર મચી ગઈ છે ,અમદાવાદમાં વિદેશ મોકલવા વિઝા અપાવવાના નામે લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી ધ્રુતી પૂંચ નામની મહિલાની ધરપકડ થતાં ભાજપના એક નેતાએ ડી-સ્ટાફની ઓફિસમાં અડધો કલાક સુધી બંધ બારણે ધ્રુતિ સાથે મિટિંગ કરતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
વધારે નવાઈ ની વાત તો એ છે કે ધ્રુતીએ આનંદીબેન પટેલું નામ લઈને સીધો એવો આક્ષેપ કર્યો છે કે આનંદીબહેન પટેલ પાસે મારે રૂ.64 કરોડ લેવાના છે અને આ પૈસા તો મને આપવા જ પડશે. આ મહિલાએ આનંદીબેન પટેલ સામે કરેલા આક્ષેપ ને લઈને પોલીસ મુંઝવણ માં મુકાઈ ગઈ હતી
પુત્રના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે 10 લાખ આપનાર એક યુવતીની ફરિયાદના બાદ પોલીસે ધ્રુતીની ધરપકડ કરી છે. મંગળવારે સોલા પોલીસે ધ્રુતિની ધરપકડ કરી ત્યારે ભાજપના નેતા નોલેશ પટેલ દોડી આવ્યા હતા અને ડી-સ્ટાફની ઓફિસમાં અડધો કલાક સુધી બંધ બારણે ધ્રુતિ સાથે મિટિંગ કરી હતી.
આ મહિલા સામે ફરિયાદ કરનારાં ભાવિકાબહેને આક્ષેપ કર્યો છે કે, એક વખત તે ધ્રુતિને મળવા ગયા ત્યારે નોલેશ પટેલ તેમની સાથે ગાડીમાં જઇ રહ્યા હતા. નોલેશે ધ્રુતિને કહ્યું કે, ‘આની વાતો શું સાંભળે છે, ચડાવી દે ગાડી તેની ઉપર’ . આ વાત સાંભળીને ધ્રુતિએ ભાવિકાબહેનના શરીર પરથી ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભાવિકાબહેને ફરિયાદ કરી છે કે, આ મારો દીકરો પ્રિન્સ સવા વર્ષનો છે. 13-10-2015 ના રોજ પ્રિન્સનો જન્મ થયો ત્યારથી જ તેનું લીવર ખરાબ હતું. અમેરિકામાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીને મારું લીવર પ્રિન્સને આપવાનું હતું. ઓપરેશન માટે મને અને પ્રિન્સને અમેરિકા મોકલવા માટે ધ્રુતિએ અમારી પાસેથી રૂ.9.80 લાખ લીધા હતા.
તેમણે લખ્યું છે કે ધ્રુતીએ અત્યાર સુધીમાં પ્રિન્સનો પાસપોર્ટ બનાવી આપવા સિવાય બીજુ કશું કર્યુ નથી. પ્રિન્સના ઓપરેશન માટે અમે મકાન ગીરવે મુકીને ધ્રુતિને પૈસા આપ્યા હતા. ઘરમાં કમાનાર મારા પતિ ચિંતન એકલા હોવાથી મેં મારુ લીવર પ્રિન્સને આપવાનું નક્કી કર્યુ હતું.
ધ્રુતિએ અમારી સાથે ચીટીંગ કરીને મારા દીકરા પ્રિન્સની જીંદગી જોખમમાં મૂકી દીધી છે. લીવર ટ્રાન્સ્પ્લાન્ટ માટે એપોલોમાં રૂ.25 લાખ જ્યારે દિલ્હીમાં રૂ.18 લાખનો ખર્ચ થાય તેમ હતો પણ ધ્રુતી પૂંચની ઓફિસે ગયા અને તેને વાત કરી એટલે તેણે તરત જ તેના મોબાઈલ પર બીજે વાત કરી હતી.
તેણે ફોન મુકીને અમને કહ્યું કે અમેરિકાના ન્યૂયોર્કમાં સરદાર પટેલ ટ્રસ્ટની હોસ્પિટલ છે, ત્યાં 11 લાખમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થઇ જશે. આટલું જ નહીં ઓપરેશન માટે અમેરિકા જવા માટે મારા અને પ્રિન્સના 3 મહિનાના વિઝા પણ તે જ અપાવવાની હતી.
વસ્ત્રાપુરના પી.આઈ. બી. જે. સરવૈયાએ કહ્યું છે કે, વર્ષાબહેન નામનાં મહિલાએ પણ ફરિયાદ નોંધાવી છે. તેમના દીકરાને સ્ટુડન્ટ વિઝા અને વર્ષાબહેનને વિઝીટર વિઝાના આધારે અમેરિકા મોકલવના બહાને ધ્રુતિએ રૂ.19.39 લાખ પડાવી લીધા છે. છેતરપિંડીનો આંકડો કરોડો સુધી પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે .


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.