અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે પોલીસ નો અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે. જન્માષ્ટમી ના પવિત્ર તહેવાર ના દિવસે અનેક લોકો જુગાર રમવામાં વ્યસ્ત હતા અને દારૂ ના બંધાણીઓ માટે અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બુટલેગરો બિન્દાસ પણે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતા હોવાનો વિડિઓ સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશનમાં દ્રશ્યો કેદ થયા હતા.સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચામુંડાનગર કાળી તલાવડી પાસે ઓક્સિજન ગેસના ગોડાઉનના રસ્તા ઉપર જતા બુટલેગર મંજુ ના ત્યાં પહોંચી હતી અને ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડા નો વિડિઓ ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ સત્ય ડે ન્યૂઝની ટીમ ઇસનપુર પોલીસ સ્ટેશનની પાછળના ભાગે પહોંચી હતી જ્યાં પણ મંજુ નામની બુટલેગર નો દેશી દારૂનો ખુલ્લેઆમ ચાલતો દેશી દારૂનો અડ્ડો સત્ય ડે ન્યૂઝના કેમેરામાં કેદ થયો હતો.
આ વિડિઓ ઉપર થી એક વાત એ સાબિત થાય છે કે આ બંને દારૂના અડ્ડા ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. રાણા તથા વહીવટદાર દેવુ ભા અને પ્રદીપસિંહ ની રહેમરાહે જ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે.વાત તો એ છે કે પી.આઈ. રાણા અનેક વિવાદોમાં જ ઘેરાયેલા રહેવાનું પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણકે અગાઉ આ રાણા જ્યારે પાલડી પોલીસ સ્ટેશન માં પી.એસ.આઈ.તરીકે ની ફરજ માં હતા ત્યારે પણ અનેક વિવાદ ને લઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે બાદ હવે પી.આઈ. તરીકે ની ફરજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બજાવી રહ્યા છે ત્યારે પી.આઈ.રાણા ને એવું ફરજ કરતા રૂપિયા વ્હાલા હોય તેવું લાગી રહ્યું છે એટલા માટે જ ઇસનપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂ નો ધંધો કરી રહ્યા છે.ત્યારે સવાલ એ પણ ઉભો થવા પામ્યો છે કે શું ઉપરી અધિકારીઓ આ વાત થી અજાણ છે ? કે પછી ગુલાબી નોટોની મલાઈ ચેક ઉપલા અધિકારી સુધી પહોંચતી હોવાની ચર્ચા સ્થાનિકોમાં ઉઠવા પામી છે.એટલા માટે જ આ દારૂના અડ્ડાઓ બંધ થવાનું નામ ન લેતા હોય તેવું લાગી રહ્યું છે.
ઇસનપુર વિસ્તારમાં સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા અગાઉ સ્ટિંગ કર્યા બાદ વધુ ઇન્વેસ્ટિગેશન કરતા ઇસનપુર પોલીસ સ્ટેશનના દેશી દારૂના અડ્ડા નું લિસ્ટ સામે આવ્યું હતું જે નીચે પ્રમાણે છે :
1. ચામુંડા નગર કાળી તલાવડી પાસે ઓક્સિજન ગેસના ગોડાઉનના રસ્તા ઉપર જતા મંજુ ચુનારા તથા ભરત કોઠા નામની વ્યક્તિઓ ખુલ્લા માં બેસી ને દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે.
2. ઇસનપુર સ્મશાન ગૃહની બહાર આવેલી ઝૂંપડપટ્ટી ની અંદર કાંતીનગર માં હંસાબેન નામની મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી છે.
3. ઇસનપુર પોલીસ સ્ટેશનની બરોબર પાછળ રામગલીના છાપરાની અંદર દશામા ના મંદિર ની પાછળના છાપરામાં જયેશ ચુનારા નામનો શખ્સ ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ કરી રહ્યો છે.
4. ઇસનપુર પોલીસ સ્ટેશનની બરોબર પાછળ રામગલીની બહારના છાપરા માં મંજુ બેન ચુનારા નામની મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી છે.
5. ઇસનપુર રોડ સૂર્ય નગર પોલીસ ચોકીની પાછળના રોડે જતા ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટી રોડથી અંદર જતા છાપરાઓમાં જોગણી માતાના મંદિર પાસે તેમજ મહાકાળી માતાના મંદિરની સામેની ગલીમાં અંદર જતા ઝૂંપડપટ્ટીમાં ચંદા બહેન નામની મહિલા ખુલ્લેઆમ દેશીદારૂનું વેચાણ કરી રહી છે.
6.ચંડોળા તળાવ ના છાપરાઓ માં ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ ચાલે છે.
7. ઇસનપુર પાણીની ની ટાંકી પાછળ આવેલ રામવાડી ટેક્સ ઉપર માટલાવાળા ની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ થાય છે.
આ છે ઇસનપુર પોલીસ સ્ટેશનની સાચી હકીકત !
કોણ છે પી.આઈ.રાણા કે જેમને નથી ઉપરી અધિકારીઓનો ડર !
એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ ત્રણ વહીવટદાર કેમ ?
ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એવું તો શું છે કે પી.આઈ.રાણા ને ત્રણ ત્રણ વહીવટદાર રાખવા પડ્યા ?
હજુ પણ સત્ય ડે ન્યૂઝની ટીમનું ઇસનપુર વિસ્તારમાં સર્ચ ચાલુ છે વધુ સઘળી હકીકતો સત્ય ડે ન્યૂઝ આગામી દિવસોમાં ઉજાગર કરશે.