અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ ઉપર સત્ય ડે ન્યૂઝ દ્વારા વારંવાર ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ઉપરી અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં પણ લેવડાવવામાં આવી રહ્યા છે.
આજે અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલ અપ્સરા થિયેટર પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ નામના પેટ્રોલ પંપ ઉપર સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા પેટ્રોલ પુરાવવા માટે ગાડી ઉભી રાખવામાં આવી હતી અને અગાઉ મળેલ ફરિયાદો મુજબ આ પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીઓ દ્વારા પેટ્રોલ ના પુરા રૂપિયા લઈ પેટ્રોલ ઓછું આપવાની પ્રવૃતિઓ કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.જ્યારે આજે સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા આ પેટ્રોલ પંપ ઉપર રિયાલિટી ચેક કરવા માટે પેટ્રોલ ભરાવવા ગાડી ઉભી રાખવામાં આવી ત્યારે અહીં પેટ્રોલ પંપ ઉપર રહેલ કર્મચારીને રૂપિયા 1000 ભરવા નું કહેતા પેટ્રોલ પંપ ના કર્મચારી દ્વારા ફક્ત 100 રૂપિયા નું પેટ્રોલ ભરી અને બંધ કરવા જતાં જ સત્ય ડે ન્યૂઝના પત્રકાર દ્વારા તરત જ ગાડી માંથી ઉતરી કર્મચારી ને કહેવામાં આવ્યું કે 1000 રૂપિયાનું પેટ્રોલ કીધું તો 100 રૂપિયાનું જ કેમ ભર્યું ? ત્યારે કર્મચારી દ્વારા સત્ય ડે ન્યૂઝના પત્રકાર અને કેમેરામેન સાથે મગજમારી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા 100 નંબર ઉપર ફોન કરી જાણ કરતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની ગાડી આવી અને પેટ્રોલ પંપ ના કર્મચારી ને લઈ પોલીસ સ્ટેશન આવ્યા અને ત્યાર બાદ પોલીસ સ્ટેશન ના પી.આઈ. એ.જે.પાંડવ સાહેબ સાથે વાત કરતા તેઓએ ઈન્વે કર્મચારી ને સત્ય ડે ન્યૂઝની ફરિયાદ લેવા જણાવ્યું હતું.
પરંતુ અહીં પેટ્રોલ પંપ નો માલિક ઊંચી વગ ધરાવતો હોઈ તેને તેના માણસો ને ફોન કરી અને ફરિયાદ નહીં થવા દેવા જોર લગાવ્યું હતું અને વાત માં તરત જ આવ્યો વળાંક ! કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાજ ભા નામનો કોન્સ્ટેબલ પીળા કલર નો શર્ટ અને મસ્ત મજાના બ્લેક કલર ના ગોગલ્સ પહેરી ત્યાં આવી એવો રોફ જમાવ્યો કે ઈન્વે માં ફરજ બજાવતા કર્મચારીઓ રાજ ભા નામના કોન્સ્ટેબલ ના ઘૂંટણિયે પડી ગયા હોય તેમ સત્ય ડે ન્યૂઝની ફરિયાદ લેવાની ના પાડવામાં આવી અને કહેવામાં આવ્યું કે અરજી આપી દો.ત્યારે સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે એફ.આઈ.આર.લેવી હોય તો જ વાત કરીએ અમારે અરજી આપવી નથી જેથી ઈન્વે ના કર્મચારીએ જણાવ્યું કે આમાં કોઈ ફરિયાદ ન થાય ખાલી અરજી આપી દો અમે તપાસ કરી લઈશું.એટલે આ વાત ઉપર થી એક વાત એ સાબિત થઈ રહી છે કે પેટ્રોલ પંપ ના માલિક અને રાજ ભા નામના કોન્સ્ટેબલ ને કોઈક ઘરોબો લાગી રહ્યો છે એટલા માટે જ થઈ ને પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.જે.પાંડવ ના કહેવા છતાં પણ રાજ ભા દ્વારા ફરિયાદ લેવા દેવામાં ન આવતા રાજ ભા નામના કોન્સ્ટેબલ ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
