ઘણા કાળ થી એવું કહેવાય છે કે કોંગ્રેસ એ હિન્દૂ વિરોધી પાર્ટી છે પરંતુ આજે કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિત ના પ્રદેશના નેતાઓ એ સાર્થક કરી બતાવ્યું કે કોંગ્રેસ ક્યારેય હિન્દૂ વિરોધી પાર્ટી રહી નથી અને ક્યારેય હિન્દૂ વિરોધી ટિપ્પણી પણ કરી નથી.
આજરોજ દિવાળી ના શુભ અવસર નિમિતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે દિવાળી પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે દિવાળી પૂજન કરવામાં આવ્યું નથી પરંતુ આજે કોંગ્રેસ પ્રદેશ ના નેતાઓ અને અનેક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે દિવાળી ની પૂજાનું આયોજન કરી ને સૌને સ્તબ્ધ કરી દીધા હતા અને એક તરફ ભાજપના નેતાઓમાં પણ વાયુવેગે વાતો વહેતી થઈ ગઈ હતી અને આ પૂજાને લઈને ભાજપ ના નેતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
2017 ના વિધાનસભાના ઇલેક્શન થી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા હિંદુઓ ને જાગૃત કરવામાટે અનેક મંદિરો એ દર્શન કરી ને ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ત્યારે પણ રાહુલગાંધી દ્વારા જણાવવામાં આવેલ કે કોંગ્રેસ ક્યારેય હિન્દૂ વિરોધી થઈ નથી અને થશે નહીં ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે દિવાળી પૂજન નું આયોજન કરી ને કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ હિન્દૂ વિરોધી નહીં હોવાનું સાર્થક કરી બતાવ્યું હતું અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત રાજ્યની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.