લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી અમદાવાદની લાલ બસએ રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ભાજપના નક્કી કરેલા ઠેકેદારોને રૂ.8 કરોડ ચૂકવાશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની બસ 20 માર્ચથી બંધ કરી હતી. 70 દિવસ પછી અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે મીઠા સંબંધો ધરાવતા ખાનગી કોન્ટ્રાક્ટરોને 60 દિવસનું કરોડો રૃપિયા આપવામાં આવશે.
એ.એમ.ટી.એસ.ની કુલ રોજ 700 બસ દોડતી હતી. જેમાં 630 બસ ખાનગી ઠેકેદારોની છે. કિલોમીટર દીઠના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના 30 ટકા રકમ આપવામાં આવશે.
બે મહિનાના ડીઝલ કે સી.એન.જી.ની ગણતરી કરવામાં આવી નથી. તેથી પ્રતિ કિલોમીટરના ભાવમાંથી 35 ટકા બાદ કરવામાં આવ્યા છે. બાકી રહેલા પગાર અને બીજા ખર્ચના 65 ટકાના 50 ટકા લેખે 32.5 ટકા રકમ ચુકવવાની થાય છે. પણ 30 ટકા વળતર આપવા નિર્ણય કર્યો છે.
બંધ દરમ્યાન પગાર ચૂકવવામાં આવ્યા છે. ટેન્ડર શરત મુજબ બળતણ આપવામાં આવ્યું નથી. પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર્દીઓ તેમજ નર્સિંગ સ્ટાફ માટે બસ ચાલુ રહી હતી.