અમદાવાદ ના હાથીજન વિસ્તાર માં બર્ડ ફ્લૂ ના રોગ થી શંકાસ્પદ હાલતમાં મરધી મૃત્યુ પામી હતી જેથી ફાઉન્ડેશન દ્વારા મોતને ભેટેલી મરઘીઓના સેમ્પલ તપાસ અર્થે ભોપાલની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ગત ૩૧મી ડિસેમ્બરના રોજ આ મરઘીઓના સેમ્પલ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા હતા. આમ અમદાવાદ શહેરમાં પ્રથમવાર બર્ડ ફ્લૂએ દેખા દેતાં તંત્ર દોડતું થઇ ગયું છે.
આજે અમદાવાદ કલેકટરે આશા ફાઉન્ડેશનના સંચાલકો, રાજ્ય પશુ વિભાગના અધિકારીઓ અને મ્યુનિ. તંત્રના અધિકારીઓ સાથે કોન્ફરન્સ કરી હતી. અમદાવાદ કલેકટરે હાથીજણ ગામની આસપાસનો એક કિ.મી. વિસ્તારને ઇફેક્ટેડ ઝોન (ચેપી વિસ્તાર) જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે મ્યુનિ.ની બે મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઇ છે. ઉપરાંત હાથીજણ ગામથી ૧૦ કિ.મી. ત્રિજ્યાના વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. ઉપરાંત અમદાવાદ જિલ્લાના ૩૬ ગામોમાં સરવે કરવામાં આવ્યો હતો. કલેકટરે તાકીદે ઇફેક્ટેડ ઝોન અને એલર્ટ ઝોનમાં પક્ષી, ઇંડા, મૃત પક્ષી, પક્ષીઓની અઘાર, ફાર્મ મશીનરીના સાધનો કે તેવી કોઇપણ વસ્તુઓ ચેપી વિસ્તારની બહાર લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અમદાવાદ જિલ્લા કલેકટર અવતિકાસિંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાથીજણના આશા ફાઉન્ડેશનમાંથી શંકાસ્પદ ૨૬ મરઘીઓ મૃત્યુ પામી હતી જેના સેમ્પલ ભોપાલ ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. જેમાં ૩૧મીએ આ સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટિવઆવ્યો છે જેથી કેન્દ્ર સરકારની ૨૦૧૫ની ગાઇડલાઇન પ્રમાણે તકેદારીના પગલાં લેવાઇ રહ્યાં છે. વસ્ત્રાલ-ઓઢવ અને પૂર્વના ૧૩૨ ફુટના રીંગ રોડ ઉપર ચીકનની દુકાનો, આમલેટની લારીઓ બંધ કરી દેવાઇ છે,
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા હાથીજણમાં બે મેડિકલ ટીમો સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. ૧૪ વ્યક્તિઓને ટેમિફ્લૂ આપી છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ શરૂ કરાયો છે.
અમદાવાદ જિલ્લા પંચાયત અને કલેકટર કચેરીમાં બર્ડ ફ્લૂ માટે બે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. અને હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૫૫૦૩૮૩૨ , ૦૭૯-૨૭૫૬૦૫૧૧ જાહેર જનતા માટે શરૂ કરી કોઈપણ હેલ્પ માટે તરત જ કોન્ટેક્ટ કરવા જણાવાયું છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.