ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું સૂચન :
પ્રાઇવેટ હોસ્પિટલ કેમ Remdesivir ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitals ની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર,
અન્ય રાજ્યમાં શુ થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી.
અમને ગુજરાતથી મતલબ છે.
આજે પણ સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ થઈ જાય છે.
જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.
હાઈકોર્ટની સરકારી વકીલને ટકોર :
“કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી”
“ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.”
“આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?”
“ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે”
“VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?”
કોરોનાના કેસો વધતા અટકાવવા સરકાર શું પગલાં લઈ રહી છે?
લગ્ન અને મૃત્યુ સિવાયના તમામ મેળાવડા બંધ કરવા હાઇકોર્ટનું સૂચન.
લગ્નમાં 100 લોકો ભેગા કરવા વધારેઃ HC
લગ્નમાં ફક્ત 50 લોકો એક્ઠા કરવાનું હાઈકોર્ટનું સુચન.
જો પૂરતા બેડ ઉપલબ્ધ હોય તો શા માટે હોસ્પિટલની બહાર 40- 40 એમ્બ્યુલન્સ ઉભી રહેતી હોય એવું બને છેઃ HC
AG- લોકો અમુક હોસ્પિટલો નો જ આગ્રહ રાખે છે માટે આવું બને છે.
સુરત ભરૂચ અને આણંદ ની સ્થિતિ બાબતે HC ચિંતા વ્યક્ત કરી.
જો ચાની લારીઓ અને પાનના ગલ્લા બે દિવસ બંધ રહેતા હોય તો બાકી લોકો કરતા વધારે હોંશિયાર ગણી શકાય.
હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને જો એ સ્વયંભૂ આવો નિર્ણય લઈ શકતા હોય તો ઓફિસો શા માટે નહીં?
ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા માટે હાઇકોર્ટનું સરકારને સુચન.