અમદાવાદમાં વધ્યો ઠંડીનો ચમકારો લઘુતમ તાપમાં 11 ડિગ્રીએ પહોંચ્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી ગુજરાતના અનેક શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે મહાનગરોમાં પણ તાપમાનનો પારો નીચે જતા મોટા શહેરો ઠંડા બન્યા છે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આજે અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યો છે લોકો જોરદાર ઠરી રહ્યા છે અને તાપણી કરી રહ્યા છે રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ પણ ઠંડીના નોંધપાત્રમાં વધારો શકે છે રાજ્યમાં ઠંડીનુ જોર વધી શકે છે આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે કચ્છના વિસ્તારમાં સિવિયર કોલ્ડવેવની અસરનો અનુભવ થશે.વહેલી સવારથી ઠંડીનો ચમકારોમલયાઓ છે ઠંડીના કારણે લોકો ઘરોમાં ઠુંઠવાઈને રહેવાનું પસંદ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો વહેલી સવારે મોર્નીંગ વૉક માટે પણ નીકળી પડતા હોય છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો ગુલાબી ઠંડીની મજા માણતા જોવા મળી રહ્યા છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વહેલી સવારે મોનિંગ વોક માટે નીકળી જવું એ પણ એક મસ્ત માંજાનો લાહવો હોય છે. બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે
ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનો જોર વધતા ગુજરાત સહિત કચ્છમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સિવિયર કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે.કચ્છના નલિયામાં ઠંડીનો પારો નીચે ગગડતા કોલ્ડવેવ સીટી ગણાતા નલિયા સતત રાજ્યનું સૌથી ઠંડું શહેર બની રહ્યું છે.એકાએક ઠંડી પારો ગગડીને નીચો જતા કચ્છના લોકો ઠંડીથી ઠુંઠવાયા કચ્છ આજે વહેલી સવારથી ઠંડા બર્ફીલા પવન સાથે ધુમ્મસપણ જોવા મળ્યું વાતાવરણ સર્જાતા હિલસ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળી રહયા છે. સાથે જ સમગ્ર કચ્છ જીલ્લામાં કાતિલ ઠંડીનો લોકોએ અહેસાસ કર્યો હતો.
કચ્છ પડી રહેલી તીવ્ર ઠંડી કારણે જનજીવન પર અસર પડી રહી છે. ભુજ સાથે કચ્છના નલિયા, માંડવી , અને કંડલા એરપોર્ટપર ઠંડી મોજું ફરી વળતા કચ્છ વાસીઓએ અસહ્ય ઠંડી સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુપણ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો યથાવત રહે તેવી શકયતા છે. જેના પગલે હજુપણ આગામી દિવસોમાં કચ્છ લોકોને કડકડતી ઠંડી સામનો કરવો પડશે.