ગુજરાત માં દારૂબંધીનાં લીરેલીરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણકે ગાંધીના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના વેપલા ઉભા કરી દેવામાં આવ્યા છે જેના સમાચાર અનેકવાર સત્ય ડે ન્યૂઝ દ્વારા અનેક વખત પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આજે વાત કરવામાં આવે તો સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઇન્વેસ્ટિગેશન કર્યું હતું જેમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અનેક દેશીદારૂના અડ્ડા આવેલા છે જેના નામ અને સરનામાં નીચે મુજબ છે.
જાણો દાણીલીમડા વિસ્તારમાં ક્યાં મળે છે ખુલ્લેઆમ દેશીદારૂ :
1. દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખોડિયાર નગર ચાર રસ્તા પાસે કેલિકો મિલની અંદર મેદાનમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ
2. કેલિકો મિલની બાજુમાં સારા નગર જોગણી માતાના મંદિરની પાછળના ભાગમાં વિક્રમભાઈ ચુનારા નામનો શખ્સ ખુલ્લેઆમ ચલાવી રહ્યો છે દેશી દારૂનો અડ્ડો.
3. સુએજ ફાર્મ રોડ ગુલાબનગરની બાજુમાં મેદાનની અંદર સરકારી એગ્રોની જગ્યામાં અંદર નેજમીન નામની મહિલા ખુલ્લેઆમ દેશીદારૂનું વેચાણ કરી રહી છે.
4. ખોડિયાર નગર ઝૂંપડપટ્ટી પાસે આંબેડકર બ્રિજની બાજુમાં પાણીની ટાંકી પાસે અમરત નામનો ઈસમ ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ કરે છે.
5. નારોલ કોજી હોટલની પાછળ અંદર જતા મેદાનમાં રસીદા નામની મહિલા ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ કરે છે.
તો આ હતા તમામ દેશી દારૂના અડ્ડાઓ દાણીલીમડા પોલીસ સ્ટેશનની રહેમ રાહ વગર તો ના જ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે.
કોણ છે દાણીલીમડા પોલીસ સ્ટેશનના વહીવટદાર અને પેટા વહીવટદાર ? કેમ નથી કરવામાં આવતી કાર્યવાહી ?