અમદાવાદ : શહેરમાં ચાલતા ગેરકાયદેસરના દારૂ-જુગારના ધંધાનો ખુલાસો કરવા તેમજ તે ધંધાઓથી આસપાસના લોકોને પડતી હાલાકીના કારણે સત્ય ડે ન્યૂઝના પત્રકાર આગમ શાહ અને સ્ટેફી કુનુરિયા માહિતી એકઠી કરવા ફિલ્ડમાં નીકળ્યા હતા. સૂત્ર દ્વારા સાબરમતી વિસ્તારની માહિતી મળી હતી કે, સાબરમતી રેલ્વે કોલોની ખાતે ગેરકાયદેસરના દારૂ-જુગાર અને વર્લી મટકા નો ધંધો બેફામ ધમધમી રહ્યો છે. વધુ માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે, કે તે ધંધાનો માલિક બાબુ દાઢી છે. સાબરમતી વિસ્તારમાં ધમધમતા વરલી મટકાના જુગારથી અનેક લોકોના ધર બરબાદ થતા હોય છે. માહિતી મળતાની સાથે પત્રકારે પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરી પોલીસને સમગ્ર માહિતી આપી જાણ કરી હતી.
પત્રકાર અગામ શાહ અને સ્ટેફી કુનુરિયા બંને પ્રજાના હિતનું કાર્ય કર્યું હતું. ફરજ પૂરી કર્યા બાદ બંને પત્રકાર ઓફીસ પાછા જતા હતા તે સમયે અજાણ્યા નંબર ઉપરથી પત્રકાર અગામ શાહને ફોન આવ્યો હતો. જે ફોનમાં બાબુ દાઢી દ્વારા પત્રકારને ધમકી આપવામાં આવી હતી. બાબુ દાઢીએ પત્રકારને ધમકી આપતા કહ્યું કે, પોલીસ કંટ્રોલરૂમમાં શા માટે જાણ કરી ? તેમજ આ વાતે રોષે ભરીને બાબુ દાઢીએ પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અને ખોટી ખંડની માંગવાની ફરિયાદ પણ નોધાવાની ધમકી આપી હતી. આમ પ્રજાના હિતને લક્ષી કાર્ય કર્તા પત્રકારને ધમકી મળતા પત્રકારે રીવર ફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ શરુ કરી છે.
પ્રશ્ન એ છે કે,આવા અસામાજિક તત્વો જો પત્રકારને ધાક ધમકી આપી અને ખોટી ફરિયાદ કરવાનું કહી દબાણ કરતા હોય તો અંદાજો લગાવી શકાય કે સામાન્ય પ્રજાને કેટલી મુશ્કેલીનો શામનો કરવો પડતો હશે.વધુ માં તો એ પણ જાણવા મળ્યું હતું કે આ બાબુ દાઢી ને કાયદાનો કોઈજ પ્રકારનો ડર ના હોય તેમ બિન્દાસ પણે ધંધો ચલાવી રહ્યો છે અને સ્થાનિક પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની વાત સામે આવી છે.જો આ બાબતને લઈ ને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થાય તેમ છે.