બાપુનગર ના પી.એસ આઈ વિરુદ્ધ અમદાવાદ પોલીસ કમિશનર અને સેકટર2 ના સયુંકત પોલીસ કમિશનરે ગંભીર નોંધ લીધા પછી તાપસ ના આદેશ આપવામાં આવ્યા છે. જો કે તાત્કાલિક અસર થી આ બાબતે ઝોન 5 ના ડીસીપી અચલ ત્યાગી એ અધિકારી વિરુદ્ધ ઇન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને તપાસ નો રિપોર્ટ 2 દિવસ મા આપવાનું કહેવામાં આવ્યું છે. જો કે જયદીપ બારોટ પી.એસ આઈ ને બાપુનગર થી હટાવવામાં આવ્યા છે. હાલ તેમની બદલી કરી ને એચ ડિવિઝન મા રીડર તરીકે મુકવામાં આવ્યા છે. ભાજપના ના મંત્રી ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ છે તેની પણ તાપસ કરી ઉચ્ચ અધિકારીઓ ને આપવામાં આવશે. સાથે સાથે હીરા દલાલ અને બિલ્ડર અને જમીન દલાલ ની પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાપસ કરવામાં આવી રહી છે. વધુ મા ઝોન 5 ના ડીસીપી અચલ ત્યાગી એ જણાવ્યું હતું કે બાપુનગર ના પી.આઈ અને પી.એસ આઈ વિરુદ્ધ અમને અરજીઓ મળી છે. જેમાં પી.એસ આઈ બારોટ ની તાત્કાલિક બદલી કરવામાં આવી છે તેમજ પી.આઈ નીરવ વ્યાસ બહાર હોવાથી તેમની પણ તાપસ કરવામાં આવશે. શુક્રવારે આવે ત્યારે બાદ નિવેદન લઈ તાપસ કરવામાં આવશે. આ ઉપરાંત ભોગ બનેલા લોકોના પણ નિવેદન લેવામાં આવશે. તે ઉપરાંત અન્ય લોકો ફરિયાદ કરશે તો તેમનું પણ નિવેદન લઈ તપાસ કરવામાં આવશે.
અગાઉ પણ સત્ય ડે ની ટીમ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું કે પી.એસ.આઈ. બારોટ ને સિંઘમ બનવાના અભરખા જગ્યા છે કારણકે પી.આઈ. નીરવ વ્યાસ ને દારૂ જુગારના અડ્ડા થી ખૂબ જ નફરત હોવા છતાં પણ દારૂ જુગારના અડ્ડા ને પી.એસ.આઈ. બારોટ પોતાની મરજી થી 35000 રૂપિયા લઈ ને ચલાવવા દેતા હતા જે વાત પણ ડીસીપી અચલ ત્યાગીને ધ્યાને આવી જ હશે તેટલા માટે જ પી.એસ.આઈ. બારોટ ને તાત્કાલિક અસર થી બદલી દેવામાં આવ્યા છે.કારણકે કહેવાય જ છે કે નીચલા કર્મચારીઓ એટલે કે પી.એસ.આઈ. કે કોન્સ્ટેબલ કોઈ ભૂલ કરે અને પછી તેનો જવાબ સજા રૂપે પી.આઈ. ને જ આપવો પડતો હોય છે. બાપુનગર પોલીસ સ્ટેશન ના કિસ્સામાં પણ ક્યાંય ને ક્યાંય આ જ વસ્તુ હોઈ શકે છે તેવી બાપુનગરની જનતા ના લોકમુખે સાંભળવા મળ્યું છે.