અમદાવાદના IIMA રોડ પર લાપરવાહી સ્પીડે કાર ચલાવતા યુવકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને IIMAની દિવાલમાં ઘૂસી ગઈ હતી.આ ઘટનાની જાણ થતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. યુવક સુરત પાર્સિંગની કાર લઈને તેના મિત્રને લેવા શિવરંજનીબાજુ જતો હતો કાર ચલાવતા સવારે અચાનક જોકું આવતા કાર પરથી તેણે સ્ટીયરીંગ પરથી નિયત્રણ ગુમાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. બીજી બાજુ કૂતરાનો જીવને બચવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. જો કે આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સાચું તથ્ય છુપાવી રહી છે કે ખરેખર અકસ્માત કયા કારણોસર થયો હતો.ગુરુવારે વહેલી સવારે IIMA રોડ પર કારના ચાલકે બેફામ ગતિએ કાર ચલાવી અને સાઈડમાં રહેલા ડિવાઇડર કુદાવી IIMAની દિવાલમાં પાડી દીધી હતી. અકસ્માતમાં કાર 20 ફૂટ જેટલી દૂર ઘસડાઈ હતી. આ સમગ્ર ઘટના મામલે IIMના સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં દોડી આવ્યા હતા.
ડિવિઝન ટ્રાફિક પોલીસના તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ આરોપી કાર લઈને તેના મિત્રને લેવા વહેલી સવારે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો અને બીજી તરફ જણાવ્યું હતું કે કુતરુ વચ્ચે આવી ગયું હતું અને તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. એન ડિવિઝન ટ્રાફિક પોલીસ ખુદ સમગ્ર હકીકતમાં શા કારણે આ અકસ્માત સર્જાયો તે માહિતી આરોપી પાસેથી મેળવી શકી નથી.હાલમાં તો પોલીસે નિવૃત્ત આર્મી મેનના કારચાલક પુત્રની ધરપકડ કરી લીધી છે અને હેડકોન્સ્ટેબલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.શહેરમાં હિટ એન્ડ રનની ઘટના થોડા માટે રહી ગઈ હતી. આ કાર જે દિવાલ સાથે ભટકાઈ તેનાથી થોડેક દૂર અનેક શ્રમિક પરિવારો રહે છે.ભાગ્યવશ ફૂટપાથ પર સૂતેલા શ્રમિક પરિવારોની નજીક જ આ અકસ્માતની ઘટના ઘટી હોવા છતાં તેઓ આબાદ બચી ગયાં હતાં.વહેલી સવારના રોજ બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરતું સવાલ એ છે કે IIM રોડ પર સામાન્ય રીતે નાગરિકોની અવરજવર વધુ રહેતી હોય છે બેજવાબદાર અને લાપરવાહીથી કાર ચલાવતા કોઈ દુઘર્ટના પણ સર્જાઈ હોત જાનહાનિ ટળી છે. સામાન્ય રીતે અકસ્માતમાં ગુનાઓમાં વધુ પડતી ઝડપ અને ડ્રાવિંગ દરમિયાન ફોન પર વાત કરવીએના થી વધુ અકસ્માતો સર્જાતા હોય છે હાલ તો પોલીસે વસ્ત્રાપુર પાસે જૂની IIM નજીક અકસ્માત સર્જનાર બિહાન કાલરિયા સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.