આમ તો પોલીસ લોકોની રક્ષા કરવા માટે હોય છે અને સમાજમાં લોકોની આજુબાજી થતા અનૈતિક કામો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે. જોકે પોલીસને શરમ ત્યારે આવે છે, જ્યારે મહિલા અને પુરુષ કર્મચારીઓ જ એક રૂમમાંથી કઢગી હાલતમાં ઝડપાય – તેવી ઘટના સામે આવે છે. આવું જ કાંઈ બન્યું શહેરના બોપલ વિસ્તારમાં, જ્યાં મહિલા કોન્સ્ટેબલ પુરુષ કોન્સ્ટેબલ સાથે એક ફ્લેટમાં કપડાં વગર આપત્તીજનક હાલતમાં રંગેહાથ ઝડપાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને બોપલ પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ સાથે આંખો લડી હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે આ બને પ્રેમી પંખીડાઓ બોપલને એક ફ્લેટમાં રંગ રેલીયા કરતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન મહિલાના સાસરિયાઓને આ અંગેની જાણ થઈ અને તેઓ ફ્લેટમાં પોહચ્યા હતા, જ્યાં બંને પોલીસ કોન્સ્ટેબલ કપડાં વગર આપત્તીજનક હાલતમાં ઝડપાઇ ગયા હતા. આ હરકત બાદ સાસરિયાઓ ફ્લેટમાં ઉદ્યમ મચાવ્યો હતો. જોકે આ ઘટનાની જાણ થતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સ્ટાર ફ્લેટ પર પોહચી ઘટનાને શાંત પાડી અને દબાવી દીધી હતી, પરંતુ મહિલાના સાસરિયાઓ દ્વારા બંનેને એ ફ્લેટમાં 2થી 3 કલાક સુધી ફ્લેટમાં જ પુરીને ફટકાર્યા હતા.
મહિલાની આ હરકત બાદ સાસરિયાઓએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું હતું. જેથી આખો મામલો પોલીસ મથકે લઈ જવામાં આવ્યો, પરંતુ પોલીસ મથકમાં રહેલા પોલીસ અધિકારીઓએ મહિલાના સાસરિયાઓ સમજાવ્યું હતું કે ફરિયાદ કરવાથી બંનેની સાથે સાથે પોલીસની પણ આબરૂ ખરાબ થશે. જેથી સસરિયાઓએ ફરિયાદ કરવાની ટાળ્યું હતું. ભારે સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો.