બેંકજ ફાટેલી નોટો બદલી આપવાનું બંધ કરતા દલાલો પાસે નોટો બદલવા આપવું પડ્યું કમિશન, ભારતીય બેંક જૂની ફાટેલી નોટ લેવાનું બંધ થઈ બારી ત્યારે આમ આદમી નિરાશ દલાલો પાસેથી કમિશન પેટે નોટો બદલી અપાય છે ત્યારે દલાલો પાસે મજબૂરી થી કમિશન આપવું પડે છે,
આ વાત ની જાણ સાયન્સસિટી પર રહેતા સામાજિક કાર્યકર રોહિતભાઈ પટેલ જણાવ્યું કે તેઓ ફાટેલી-જૂની નોટો સામે નવી નોટ ભારતીય રિઝર્વ બેંકમાં લેવા ગયા હતા ત્યાં જાણવા મળતા અહીં જૂની નોટ-ફાટેલી નોટ છેલ્લા નવ માસ લેવાનું બંધ છે, તો રોહિતભાઇ એ આ વિશે અરજી આપી ત્યારબાદ તેઓ દિલ્હી દરવાજા પાસે ફાટેલી-જૂની નોટો લેવાનું દુકાન પર જાણવા મળ્યું અહીં બદલી આપવા માં આવે છે.
રોહિતભાઈ પટેલ દિલ્હી દરવાજા પાસે દુકાનદાર પાસે જાણવા મળતા રૂપિયા, ૧૦ ના બંડલ સામે ૨૭૫/- વધારાના કમિશન પેટે અને રૂપિયા ૫૦/- અને રૂપિયા ૧૦૦/- ની નવા બંડલ ના રૂપિયા ૧૦૦/- કમિશન ના કહ્યા આમ અહીં કાળા બજાર માં જૂની નોટો સામે નવી નોટો મળે છે, જ્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે ભારતીય રિઝર્વ બેંક છેલ્લા નવ મહિના થી જૂની-ફાટેલી નોટો લેવાનું બંધ છે તો આ દુકાન વાળા પાસે થી નવી નોટો ક્યાંથી આવી તે પ્રશ્ન ઉદભવે છે ખરેખર આશ્રયજનક બાબત કહેવાય.