અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવવાની પૂર્વ રાતે સોમવારે મોડી રાતે ગુજરાત કોલેજના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ માં મૂકેલા ઇવીએમ માં ચેડા કરવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાતા કેટલાક ઉમેદવાર અને તેમના ટેકેદારો ગુજરાત કોલેજના મુખ્ય ગેટ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
અફવા ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમ મશીનમાં ચૂંટણીના પરિણામના પેહલા ચેડા કરી પરિણામો બદલી નાખવા માટે સત્તાધારી પક્ષમાં કેટલાક કાર્યકરો ઇવીએમની પેટીઓ વાહનોમાં નાખીને લઈ ગયા હોવાની અફવા ફેલાતા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજના ગેટ પર દોડી ગયા હતા અને ગેટ ખોલી અંદર જવા માટે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતાં.
આ ઉપરાંત એલડી એન્જિનિયરિંગ કોલેજની બહાર પણ વિવાદ સર્જાયો છે. જમાલપુર વોર્ડની આપ પાર્ટીના ફેસબુક પેજ પરથી લાઇવ કરવામાં આવ્યું હતું. જેમાં જોઈ શકાય છે કે કોલેજ કેમ્પસમાં એક શંકાસ્પદ કાર મળી આવી છે. આ કાર પર પોલીસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ પણ લાગેલો છે. જેમાંથી બેઠેલા તમામ શખ્સ નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં ગાડીમાંથી કેટલીક શંકાસ્પદ બોટલ પણ મળી આવી છે.
આમ આદમી પાર્ટીની પ્રવક્તા તુલી બેનર્જી ને લાગ્યું કે હવે આમ આદમી પાર્ટીની હાર નક્કી જ છે અને મને મારા પદ ઉપરથી હતાવશે એટલે જ ટ્વીટ કરીને ભાજપ પર ઇવીએમમાં છેડછાડ કરવાનો આક્ષેપ કર્યો અને ટોળે ટોળા ઉમટી પડ્યા.