અમદાવાદમાં ચેઈન સ્નેચિંગના ગુનાઓ વધી ગયા છે. મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન તોડીને ભાગી જતાં રીઢા ગુનેગારો હવે બેફામ બન્યાં છે. તેમજ દોરા તોડવાની નવી નવી તરકીબોથી લૂંટ ચલાવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેઠેલા ત્રણ શખ્સોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન અને પેન્ડલ ખાધી નાખ્યા ખુદ મહિલાને પણ ખબર ના પડી મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં ભક્તિનગર પાસે રહેલા એક ફિઝિયોથેરાપીમાં એક મહિલા આવી હતી. આ મહિલા ફિઝિયોથેરાપીમાંથી નીકળીને બપોરે સવા એક વાગ્યાની આસપાસ ઘરે જવા માટે બાપુનગર ચાર રસ્તાથી ઓટો રિક્ષામાં બેસીને અનિલ સ્ટાર્ચ તરફ જવા નીકળી હતી. આ રિક્ષાની પાછળની સીટમાં ત્રણ અજાણ્યા લોકો પણ બેઠા હતાં. જેમની ઉંમર 25થી 30 વર્ષ સુધીની હતી.
રિક્ષા ચાલકે મહિલાને સાધના સ્કૂલ પાસે ઉતારી અને આ ત્રણ લોકો એક ઈસમેં મહિલાને કહ્યું હતું કે, તેને આગળ ઉતરવાનું છે તમે વચ્ચે બેસી જાઓ. મહિલા સીટમાં વચ્ચે બેસી ગઈ હતી. ત્યાર બાદ રિક્ષા ડ્રાઈવરે બીજા ઈસમને આગળ જવાનું હોવાથી મહિલાને સાધના સ્કૂલ આગળ ઉતરવાનું કહ્યું હતું. જેથી મહિલા સ્કૂલ આગળ ઉતરી ગઈ હતી. ત્યારેજ મહિલા ગળામાં હાથ ફેરવતાં ગળામાંથી 12 ગ્રામની સોનાની ચેઈન અને ગણપતિની ડિઝાઈન વાળું 2 ગ્રામનું પેન્ડલ રિક્ષા ડ્રાઈવર અને બીજા ત્રણ લોકોએ નજર ચૂકવીને તોડી લઈ તેઓ ત્યાંથી ભાગી ગયાં હતાં.
મહિલાએ રિક્ષા ડ્રાઈવર અને ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
મહિલાના ગળામાંથી સોનાની ચેઈન લૂંટાઈ જતાં મહિલા થોડાક સમય માટે ચોંકી ગઈ હતી. જેથી તેમણે રિક્ષા ડ્રાઈવર સહિત રિક્ષામાં પાછળની સીટ પર બેઠેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.