• ફેમિલી કોર્ટ બાર એસોસિએશન પણ પક્ષકારો સાથે મળી ફેમિલી કોર્ટમાં ભરણપોષણ રિકવરીની માંગ સાથે રજૂઆત કરી હતી
લોકડાઉન બાદ હાઇકોર્ટ સહિત નીચલી કોર્ટોમાં ફીઝીકલ હિયરિંગ બંધ છે. કોર્ટ બંધ હોવાના કારણે અનેક વકીલો બેકાર બન્યા છે. ત્યારે અમદાવાદમાં ફેમિલી કોર્ટ શરૂ કરવા માંગ ઉઠી છે. વકીલો અને પક્ષકારોએ કોર્ટ શરૂ કરવાની માંગ કરી છે. પ્રથમવાર પક્ષકારો દ્વારા પ્રિન્સિપલ જજને રજુઆત કરાઈ છે. ફેમિલી કોર્ટ બાર એસોસિએશન પણ પક્ષકારો સાથે મળી ફેમિલી કોર્ટમાં ભરણપોષણ રિકવરીની માંગ સાથે રજૂઆત કરી હતી.
પક્ષકારો હાઇકોર્ટમાં પણ રજૂઆત કરશે ફેમિલી કોર્ટમાં રજૂઆત બાદ પક્ષકારો હાઇકોર્ટમાં પણ રજૂઆત કરશે. સૂત્રો મુજબ અમદાવાદમાં આવેલી ફેમિલી કોર્ટમાં અંદાજે 40 હજાર પક્ષકારો પર ભરણપોષણ રિકવરીની અસર પડી છે. મહિલા પક્ષકારએ જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી હતી. ખાધા ખોરાકીના પૈસા ચડ્યા છે. મારા ઘરમાં કમાવવાવાળું કોઈ નથી. મારી 12 વર્ષની દીકરી છે જે સ્કૂલમાં ભણે છે અને તેની સ્કૂલની ફી ભરવાની છે જેથી હવે કોર્ટ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. કોર્ટની આ સ્થિતિ ક્યાં સુધી રહેશે ? કોર્ટ ચાલુ થશે કે કેમ તેવા બેનર સાથે ફેમિલી કોર્ટ શરૂ કરવાની રજુઆત કરી હતી.