આજે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ખોડભાઈ ભરવાડની દાદાગીરી આવી સામે આવી હતી
અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ વેસ્ટ પો. સ્ટેના પોલીસ કર્મીની દંપતી પર દાદાગીરી આવી સામે હતી. મળતી વિગત મુજબ આ દંપતીને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવી હતી.અને તેમની પાસેથી પોલીસ કર્મીએ 600 રૂપિયા માંગ્યા હતા જે એમણે આપ્યા પણ હતા એવો દંપતીએ આક્ષેપ કર્યો છે.પોલીસ કર્મીઓએ માત્ર પૈસા જ નથી લીધા, પૈસા લીધા ઉપરાંત તેમણે આ દંપતીના માતાપિતા પર ભીભત્સ ગાળોનો પ્રયોગ પણ કર્યો હતો એવો પણ આક્ષેપ છે.
પોલીસે માગેલ રકમ રૂપિયા 600 આપ્યા હોવા છતાં એમને એમની પાસે જેટલા પણ રૂપિયા હોય એ આપી દેવાનું જણાવવામાં આવ્યું હતું.એવું દંપતીનું કહેવું છે.
મળતા અહેવાલ મુજબ પોલીસકર્મીએ એક યુવાન પર ખોટો કેસ બનાવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસ કર્મીનો ભોગ બનનાર યુવાન જેનું નામ પાર્થ છે તેને રિવરફ્રન્ટ વેસ્ટ પો. સ્ટેશન ખાતે લઈ જવાયો હતો.જ્યાં તેને ધમકાવીને એની પાસે પૈસા માંગવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ પણ આ કર્મી ઉપર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ વેસ્ટ પીઆઈની તેમના પર રહેમ નજર હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
આ પ્રકરણમાં છોકરીએ મીડિયા જગત પાસે ન્યાય અપાવવાની આશા સેવી છે. એણે મીડિયા સામે ન્યાય માટે ગુહાર. કરી છે.અને એનો ઓડિયો અને વીડિયો વાયરલ થયા છે.