ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ અને જુગારની ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તે તાત્કાલિક અસર થી નાબૂદ કરવી અને ગુનેગારો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી.પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશ્નર ની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે પી.સી.બી. ની ટીમ છે તે આખા અમદાવાદના ખૂણે જઈ દારૂ જુગાર બંધ કરાવી શકે છે પરંતુ અહીં અમદાવાદ શહેરની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે.
અહીં આજે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરામંડી પાસે અજય સાવલી નામનો શખ્સ ખુલ્લેઆમ ઈંગ્લીશ દારૂ અને બિયરનો ધંધો ખુલ્લેઆમ ચલાવી રહ્યો છે.રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર સુરભા દ્વારા આ અજય સાવલીના દારૂના સ્ટેન્ડ ની પરમિશન આપવામાં આવેલી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.સ્થાનિકો ની અનેક ફરિયાદો ને લઈ સત્ય ડે ન્યૂઝ દ્વારા આજે રાણીપ વિસ્તારમાં અજય સાવલીના દારૂના અડ્ડા ઉપર જઈ રિયાલિટી ચેક કરી હતી જ્યાં સત્ય ડે ન્યૂઝના કેમેરામાં અનેક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.જે સત્ય સત્ય ડે ન્યૂઝ દ્વારા આગામી દિવસમાં પ્રકાશિત કરવામાં આવશે.રાણીપ વિસ્તારમાં સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા સ્ટિંગ કેમેરા ચાલુ કરી અને અજય સાવલીના દારૂના અડ્ડા ઉપર પહોંચ્યા હતા જ્યાં ઈંગ્લીશ દારૂ નું ક્વાર્ટર 300રૂપિયા અને બિયરના 350 રૂપિયા જેવા ભાવ સ્ટિંગ કેમેરામાં કેદ થયા હતા.અને બીજી એક વાત તો એ કેમેરામાં કેદ થઈ કે જેને અહીં બેસીને જ દારૂ અને બિયારની મહેફિલ માણવી હોય તો એના અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે.જો આવી રીતે ખુલ્લેઆમ દારૂ અને બિયરનો ધંધો અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં ચાલી રહ્યો હોય અને પોલીસ ની નજરમાં ના આવે તે વાત કેવી એ પણ સ્થાનિકો માં ચર્ચાનો વિષય બન્યું છે.રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર સુરભા દ્વારા આ અજય સાવલી ઉપર કોઈ જ પ્રકાર ની કાર્યવાહી નહીં કરતા રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર સુરભા ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.જો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તો રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર સુરભા ની બહુ મોટી પોલ ખુલી શકે તેમ છે અને સ્થાનિકો માં એ પણ રોષ છે કે આ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર સુરભા ઉપર તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે.
6
/ 100
SEO સ્કોર